PIB Fact Check: શું ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર 6000 રૂપિયાની સબસિડી આપે છે?
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ડિજિટાઈઝેશન ખૂબ જ ઝડપથી વધ્યું છે.
![PIB Fact Check: શું ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર 6000 રૂપિયાની સબસિડી આપે છે? PIB Fact Check: Is Indian Oil Corporation giving subsidy on buying fuel? Know the truth of this viral message PIB Fact Check: શું ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર 6000 રૂપિયાની સબસિડી આપે છે?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/22/174e7c1dfd394bdfdab4913af09d3b74_original.webp?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Indian Oil Corporation Viral Message: તમને જણાવી દઈએ કે સમયાંતરે ભારત સરકારની અનેક યોજનાઓ બહાર આવતી રહે છે જેથી લોકોને મદદ મળી શકે. પરંતુ, સાયબર ગુનેગારો કેટલીક વખત લોકોને સરકાર અને સરકારી કંપનીઓના નામે નકલી સ્કીમના મેસેજ મોકલે છે. જેના કારણે લોકો સાયબર ક્રાઈમનો શિકાર બને છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ડિજિટાઈઝેશન ખૂબ જ ઝડપથી વધ્યું છે. આજકાલ લોકો તેમના મોટાભાગના કામ ઓનલાઈન માધ્યમથી કરવા લાગ્યા છે. પરંતુ, ડિજિટાઈઝેશનની વધતી અસર સાથે, દેશમાં સાયબર છેતરપિંડીના કેસોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આજકાલ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના નામે એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ગ્રાહકો માટે સબસિડી ક્વિઝ લઈને આવ્યું છે. તો ચાલો તમને આ વાયરલ મેસેજની સત્યતા વિશે જણાવીએ-
A lucky draw in the name of Indian Oil Corporation is viral on social media and is offering a chance to win a Fuel Subsidy Gift worth ₹6,000 after seeking one's personal details#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) June 5, 2022
▶️This lucky draw is #FAKE
▶️It's a scam & is not related to @IndianOilcl pic.twitter.com/aBOC9E3Ttw
પીઆઈબીએ ટ્વીટ કરીને વાયરલ પોસ્ટનું સત્ય જણાવ્યું
તમને જણાવી દઈએ કે PIBએ આ વાયરલ પોસ્ટનું સત્ય જાણવાનો પ્રયાસ કર્યો છે. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને લકી ડ્રોનું આયોજન કર્યું છે. આ ડ્રોમાં ગ્રાહકોએ કેટલાક સરળ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. સાચો જવાબ આપવા પર ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પર 6,000 રૂપિયાનું સંપૂર્ણ ડિસ્કાઉન્ટ મળશે.
નકલી વાયરલ પોસ્ટ
તમને જણાવી દઈએ કે આ વિશે માહિતી આપતાં PIB ફેક્ટ ચેકે જણાવ્યું છે કે આ પોસ્ટ સંપૂર્ણપણે ફેક છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન આવા કોઈ લકી ડ્રોનું આયોજન કરતું નથી. આ સાથે લોકોએ આવા મેસેજ પર ધ્યાન ન આપવું જોઈએ અને આ લાલચમાં આવીને તમારી અંગત અને નાણાકીય માહિતી કોઈની સાથે શેર કરવી નહીં.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)