Anil Ambani Stocks: અનિલ અંબાણીની આ કંપનીઓ દેવા મુક્ત થતા જ શેર બન્યા રોકેટ, રોકાણકારો થઈ ગયા માલામાલ
Reliance Group Stocks: અનિલ અંબાણીની એક કંપની દેવું મુક્ત થઈ ગઈ છે અને બીજી કંપનીએ બાકી દેવું નોંધપાત્ર રીતે ઘટાડ્યું છે, જેના કારણે રિલાયન્સ ગ્રુપના શેરમાં જોરદાર વધારો થયો છે.
Anil Ambani Stocks On Fire: અનિલ અંબાણીની સ્ટોક એક્સચેન્જ લિસ્ટેડ બંને કંપનીઓ, રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 18 સપ્ટેમ્બર, બુધવારના ટ્રેડિંગ સેશનમાં કમાસ કરી રહી છે. રિલાયન્સ પાવરના શેરમાં 5 ટકાના ઉછાળા પછી અપર સર્કિટ લાગી છે, જ્યારે રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં પણ 20 ટકાનો ઉછાળો આવીને રૂ. 283.73 પર પહોંચી ગયો છે અને શેર અપર સર્કિટ પર આવી ગયો છે. બંને શેરોમાં ઉછાળાનું કારણ એ છે કે જ્યારે રિલાયન્સ પાવર સંપૂર્ણપણે દેવું મુક્ત કંપની બની ગઈ છે, ત્યારે રિલાયન્સ ઈન્ફ્રાએ રૂ. 3831 કરોડની લોન ચૂકવી દીધી છે અને હવે કંપની પાસે માત્ર રૂ. 475 કરોડની લોન બાકી છે.
મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024 ના રોજ મોડી સાંજે, રિલાયન્સ પાવરે સ્ટોક એક્સચેન્જમાં તેની નિયમનકારી ફાઇલિંગમાં માહિતી આપી હતી કે રિલાયન્સ પાવરે વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડના ગેરેંટર તરીકે રૂ. 3872.04 કરોડની બાકી લોન ચૂકવી છે. આ સાથે કંપનીએ CFM એસેટ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ (CFM Asset Reconstruction Private Limited)સાથેના તમામ વિવાદોનો ઉકેલ લાવી દીધો છે. રિલાયન્સ પાવર દ્વારા આપવામાં આવેલી કોર્પોરેટ ગેરંટીના બદલામાં, વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડના 100 ટકા શેર CFMની તરફેણમાં ગીરવે મુકવામાં આવ્યા છે.
આ સમાચારને કારણે રિલાયન્સ પાવરનો સ્ટોક 5 ટકાના ઉછાળા સાથે રૂ. 32.97 પર ખૂલ્યો હતો અને શેરમં અપર સર્કિટ લાગી હતી. રિલાયન્સ પાવર ખાનગી ક્ષેત્રમાં વીજ ઉત્પાદન ક્ષેત્રે દેશની અગ્રણી કંપનીઓમાંની એક છે. કંપની કોલસા, ગેસ, હાઇડ્રો અને રિન્યુએબલ એનર્જી આધારિત પ્રોજેક્ટ દ્વારા 5300 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરે છે.
અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપના રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સ્ટોક પણ ખૂબ જ ઝડપથી ટ્રેડ થઈ રહ્યો છે. બુધવાર, 18 સપ્ટેમ્બર, 2024 ના રોજ, કંપનીએ સ્ટોક એક્સચેન્જમાં એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કુલ બાકી દેવું રૂ. 3831 કરોડથી ઘટીને રૂ. 475 કરોડ થઈ ગયું છે. કંપનીએ જણાવ્યું હતું કે Invent ARCની બાકી રકમ શૂન્ય પર આવી ગઈ છે. આ ઉપરાંત, રિલાયન્સ ઈન્ફ્રાએ એલઆઈસી, એડલવાઈસ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ, આઈસીઆઈસીઆઈ બેંક, યુનિયન બેંક સહિત અન્ય ધિરાણકર્તાઓની બાકી લોન પણ ચૂકવી છે. કંપનીની બાહ્ય દેવાની જવાબદારી ઘટીને રૂ. 475 કરોડ થઈ ગઈ છે. આ પછી કંપનીની નેટવર્થ 9041 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રિલાયન્સ ઈન્ફ્રા પર દેવાના બોજમાં ઘટાડો થયા બાદ રિલાયન્સ ઈન્ફ્રાનો શેર 20 ટકા વધીને રૂ. 282.73ની ટોચે પહોંચ્યો છે. છેલ્લા સત્રમાં શેર રૂ. 235.61 પર બંધ થયો હતો.
Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેર બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABP Live ક્યારેય કોઈને રોકાણ કરવાની સલાહ આપતું નથી.
આ પણ વાંચો...