શોધખોળ કરો

કેરળમાં રહેતા ગુજરાતી પરિવારના 26 લોકોને લાગ્યો કોરોનાનો ચેપ, 4 માસના બાળકથી 72 વર્ષ સુધીના તમામ સભ્યો સંક્રમિત 

કેરળમાં રહેતો ગુજરાતી પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો છે.  એક જ પરિવારના 26 લોકો કોરોનાના સંક્રમણમાં આવ્યા છે. 4 માસના બાળકથી 72 વર્ષ સુધીના તમામ સભ્યો કોરોના સંક્રમિત થયા છે.

પોરબંદરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે કેરળમાં રહેતો ગુજરાતી પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો છે.  એક જ પરિવારના 26 લોકો કોરોનાના સંક્રમણમાં આવ્યા છે. 4 માસના બાળકથી 72 વર્ષ સુધીના તમામ સભ્યો કોરોના સંક્રમિત થયા છે. 

મૂળ પોરબંદર અને હાલ કેરળના કોલ્લમમાં રહેતા પરિવારના સભ્યો કોરોના સંક્રમિત થયા છે. સ્વ. ગિરધરલાલ રામજી રૈયારેલા પરિવાર કોરોના સંકમિત બન્યા છે. પરિવારના 31 સભ્યોમાંથી 26ને કોરોના થતા તમામ હોમ આઈસોલેટ થયા છે. એકી સાથે એક જ ઘરમાં રહેતા ગુજરાતી પરિવારમાં ચિંતાનો માહોલ છે. 

રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની  સંખ્યા સ્થિર  રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12820 નવા કેસ નોંધાયા છે. રવિવારે રાજ્યમાં 12978 કેસ નોંધાયા હતા.  રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.   નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 140 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7648  પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં આજે 11999 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,52,275  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 147499   પર પહોંચ્યો છે. જેમાંથી 747  લોકો વેન્ટિલેટર પર અને 146752 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.76  ટકા છે. 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન-10,  વડોદરા કોર્પોરેશન 9, મહેસાણા 3, વડોદરા 5,  ભાવનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશ 10,  જામનગર કોર્પોરેશન- 9, સુરત 3,  જામનગર-5,  બનાસકાંઠા 2,  કચ્છ 3, મહીસાગર 1, ગાંધીનગર 0, નવસારી 0, દાહોદ 0,  ખેડા 1, ગાંધીનગર કોર્પોરેશન 2,  જૂનાગઢ કોર્પોરેશન 4,  સાબરકાંઠા 4, ભાવનગર 7,  જૂનાગઢ 5, પાટણ 3, આણંદ 0, રાજકોટ 6,  વલસાડ 1,  ગીર સોમનાથ 0, મોરબી 0, અરવલ્લી 0, પંચમહાલ 0, નર્મદા 0, ભરૂચ 1, અમરેલી 4, છોટા ઉદેપુર 1, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 1, દેવભૂમિ દ્વારકા 3, તાપી 1,  પોરબંદર 1,  ડાંગ 0 અને બોટાદ 1 મોત સાથે કુલ 140  લોકોના મોત થયા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4616, સુરત કોર્પોરેશન-1309,  વડોદરા કોર્પોરેશન 497, મહેસાણા 493, વડોદરા 439,  ભાવનગર કોર્પોરેશન 431, રાજકોટ કોર્પોરેશ 397,  જામનગર કોર્પોરેશન- 393, સુરત 347,  જામનગર-319,  બનાસકાંઠા 199,  કચ્છ 187, મહીસાગર 169, ગાંધીનગર 162, નવસારી 160, દાહોદ 159,  ખેડા 159, ગાંધીનગર કોર્પોરેશન 155,  જૂનાગઢ કોર્પોરેશન 148,  સાબરકાંઠા 141, ભાવનગર 140,  જૂનાગઢ 132, પાટણ 131, આણંદ 127, રાજકોટ 127,  વલસાડ 125,  ગીર સોમનાથ 120, મોરબી 110, અરવલ્લી 109, પંચમહાલ 108, નર્મદા 103, ભરૂચ 101, અમરેલી 99, છોટા ઉદેપુર 99, સુરેન્દ્રનગર 71, અમદાવાદ 55, દેવભૂમિ દ્વારકા 50, તાપી 49,  પોરબંદર 44,  ડાંગ 26 અને બોટાદ 14  સાથે કુલ 12820 કેસ નોંધાયા છે. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 99,41,391  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 26,31,820 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,25,73,211  લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 27,272 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 36,177 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 67,368 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget