Dahod: રાત્રે ઘરમાં સુતેલા વ્યક્તિ પર વન્ય પ્રાણીએ હુમલો કરતા મોત, લોકોમાં ફફડાટ
દાહોદ: રાજ્યમાં રખડતા ઢોરનો યથાવત છે ત્યાં જંગલી જાનવરોના હુમલાથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ધાનપુરના ગુમલી ગામે ઘરમાં સુતેલા 43 વર્ષીય યુવક પર વન્ય પ્રાણીએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.
દાહોદ: રાજ્યમાં રખડતા ઢોરનો યથાવત છે ત્યાં જંગલી જાનવરોના હુમલાથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ધાનપુરના ગુમલી ગામે ઘરમાં સુતેલા 43 વર્ષીય યુવક પર વન્ય પ્રાણીએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. રાત્રીના સમયે ઘરમાં ઘુસી કોઈ વન્ય પ્રાણીએ હુમલો કર્યો હોવાનું પરિજનોએ જણાવ્યું છે. આ હુમલામાં વ્યક્તિને જમણા કાન તેમજ ગળાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત થયું હતું.
તો બીજી તરફ ઘટનાની જાણ થતા આસપાસના પરિવારજનો દોડી આવ્યા હતા. ત્યાર બાદ આ અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જેથી કંજેટા રેન્જના આરએફઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ક્યા પ્રાણીએ હુમલો કર્યો તેની તપાસ આદરી હતી. તો બીજી તરફ મૃતદેહને પંચનામું કરી પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યો હતો. જો કે હજી સુધી એ જાણી શકાયું નથી કે ક્યા પ્રાણીએ યુવક પર હુમલો કર્યો હતો.
500 ફૂટ ઊંડા બોરમાં 60 ફૂટ નીચે ફસાયેલી કિશોરીનું દિલધડક રેસ્ક્યૂ
સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા તાલુકાના ગાજરણાવાવ ગામ ખાતે 12 વર્ષીય બાળકી રમતા રમતા 500 ફૂટ ઊંડા બોરમાં બાળકી પડી ગઈ હતી. અનિરુદ્ધભાઈ અરજણભાઈની વાડીએ મામાનીવાળી વાડીએ બોરની અંદર 60 ફૂટે મનીષા નામની બાળકી પડી ગઈ છે. મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા તેમજ 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
આર્મીની બે ટીમ કિશોરીને બહાર કાઢવાની કાર્યવાહી કરી હતી અને દિલધડક રેસ્ક્યૂ કરીને બાળકીને બચાવી લેવામાં આવી છે. સેનાની બે ટૂકડી દ્વારા કિશોરીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે. અત્યાધુનિક સાધનો સાથે કિશોરીને બહાર કાડવામાં આવી છે. આરોગ્ય વિભાગના જલ્પાબેન દ્વારા મહિત્વની ભૂમિકા અદા કરવામાં આવી હતી. ચાર કલાકની ભારે જહેમત પછી બાલખીને બહાર કાઢવામાં આવી છે. બોરમાં પડી ગયેલી બાળકીને માથા અને હાથના ભાગે ઇજા પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
સુરેન્દ્રનગરના કલેક્ટર કે.સી. સંપતે જણાવ્યું હતું કે, મામલતદાર અને આખી ટીમ પહોંચી ગઈ છે. બાળકીને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. ધ્રાંગધ્રાની આર્મીની રેસ્ક્યૂ ટીમ પણ પહોંચી રહી છે. જે રેસ્ક્યૂ માટે એક્સપર્ટ છે. આરોગ્યની ટીમ પણ ત્યાં હાજર છે. હજુ બે મહિના પહેલા જ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીની અંદર 500 ફૂટ ઊંડા બોરમાં બાળક પડવાની ઘટના બની હતી. બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસૂમને 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવાયું હતું. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં સફળતા મળી હતી.