Gir Somnath: વેરાવળ બોટમાંથી 350 કરોડના ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો
ગીર સોમનાથ વેરાવળના ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલાં વેરાવળ બંદર પર એક બોટમાંથી 350 કરોડની કિંમતનું 50 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું.
ગીર સોમનાથ: ગીર સોમનાથ વેરાવળના ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલાં વેરાવળ બંદર પર એક બોટમાંથી 350 કરોડની કિંમતનું 50 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. જેમાં હવે જામનગરના બેડીના અલ્લારખા નામના શખ્સનું નામ ખુલ્યું છે. પોલીસ તેની ધરપકડ કરી વેરાવળ લાવી છે. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. અગાઉ બોટના ટંડેલ સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ હતી. આરોપીઓની પૂછપરછમાં ખુલ્યું કે, ડ્રગ્સની હેરાફેરી ઓમાનના દરિયામાં થઈ હતી અને ડ્રગ્સ મોકલનાર ઈરાનમાં છે.
આ કેસમાં ઈશાક નામના શખ્સનું નામ ખુલ્યું હતું. જે હાલ આફ્રિકામાં છે. તપાસ દરમિયાન બહાર આવ્યું કે જામનગરના બેડીમાં રહેતો અલ્લારખા ઈશાકના સંપર્કમાં છે. એટલું જ નહીં અલ્લારખા ડ્રગ્સ લાવવાથી લઈ સપ્લાય સુધીનું નેટવર્ક સંભાળતો હતો.
વેરાવળ બંદર પરથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું
થોડા દિવસો પહેલા જ ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં મોટો ખુલાસો સામે આવ્યો હતો. આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં મોટો ખુલાસો થયો હતો. આ ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચડાવવામાં આવ્યો હતો. યારબાબ નામના માફિયાએ ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો. ગીર સોમનાથમાં ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો રાજકોટમાં ઘૂસાડવાનો હોવાનો ખુલાસો થયો છે. ઈરાનથી મૂર્તઝા નામના શખ્સે ડ્રગ્સ ઓમાન મોકલ્યું અને ત્યાંથી રાજકોટ મોકલવાનું હોવાનો ખુલાસો થયો છે.
ડ્રગ્સનો જથ્થો લેવા મોકલનાર અને અન્ય સ્થળે રવાના કરવાની સૂચના આપનાર જોડિયાનો ઇશાક હાલ દક્ષિણ આફ્રિકામાં હોવાનું જાણવા મળી આવ્યું છે. ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠા-બેઠા લોકેશન મોકલી સૂચનાઓ આપતો હતો.
બજાર કિંમત આશરે 350 કરોડ હોવાનું સામે આવ્યું
ગુજરાતના દરિયાકાંઠે ફરી એકવાર કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપાઈ જવાની ઘટના સામે આવી છે. વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ.૩૫૦ કરોડના ૫૦ કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી. SOG એ NDPS દ્વારા રેડ કરતા હેરોઈન ડ્રગ્સના કુલ 50 કિલો સીલ બંધ પેકેટ મળી આવ્યા હતા. જેની બજાર કિંમત આશરે 350 કરોડ હોવાનું સામે આવ્યું છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial