શોધખોળ કરો

અમદાવાદ જિલ્લાના ખેડૂત પરિવારની દિકરીને  સમાજ સેવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ 

અમદાવાદની એચ.કે.આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીની સોનલ ચમનભાઈ કોળી પટેલને રાષ્ટ્રીય સેવા યોજના (NSS)માં સમાજ સેવા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ નેશનલ લેવલનો એવોર્ડ મળ્યો છે.

અમદાવાદ: અમદાવાદની એચ.કે.આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીની સોનલ ચમનભાઈ કોળી પટેલને રાષ્ટ્રીય સેવા યોજના (NSS)માં સમાજ સેવા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ નેશનલ લેવલનો એવોર્ડ મળ્યો છે. 29 સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સાણંદ તાલુકાના ગોકળપુરા ગામની દિકરીને  એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.  ગુજરાતની દિકરીને એવોર્ડ મળતા સમસ્ત કોળી પટેલ સમાજ તેમજ અમદાવાદ જિલ્લા અને સાણંદ તાલુકાના ગોકળપુરા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. 

કોરોના મહામારીમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી

સોનલ ચમનભાઈ કોળી પટેલે કોલેજના સમય દરમિયાન  રાષ્ટ્રીય સેવા યોજના ( NSS)ની અલગ-અલગ સેવાકીય પ્રવૃતિઓમાં સક્રીયરીતે  ભાગ લઇ ખૂબ જ સફળ કામગારી કરી છે. તેમની સેવાકીય પ્રવૃતિઓમાં દિવ્યાંગ બાળકોને મદદ, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી જૂના કપડાઓ એકઠા કરી અંદાજે 7 હજારથી વધારે જરૂરિયાત મંદ પરિવારોને તેનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય સોનલ પટેલ દ્વારા વડોદરામાં પુરગ્રસ્ત સમયે 275 ખાદ્યકીટનું વિતરણ કર્યું હતું. કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન અનેક સેવાકીય પ્રવૃતિ સોનલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. 

ગુજરાતમાંથી માત્ર બે વિદ્યાર્થીઓની  પસંદગી કરવામાં આવી હતી

આ એવોર્ડ માટે ગુજરાતમાંથી માત્ર બે વિદ્યાર્થીઓની  પસંદગી કરવામાં આવી હતી. જેમાં સાણંદના ગોકળપુરાની સોનલબેન કોળી પટેલનો સમાવેશ થયો હતો. સોનલબેનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગોકળપુરા ગામની ખેડૂત   પરિવારની દિકરીને એવોર્ડ મળતા ગામ સહિત સમગ્ર કોલેજમાં ખુશીનો માહોલ છવાયો હતો.  સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયતના ચેરમેન રમીલાબેન પટેલ સહિત ગામના અગ્રણીઓએ સોનલબેન કોળી પટેલના પરિવારને અભિનંદન પાઠવાયા હતા. 

સોનલબેનને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત થતાં ગામમાં ખુશીનો માહોલ

ગામના અગ્રણી દયારામભાઈ કોળી પટેલે કહ્યું કે 24 વર્ષીય સોનલબેન કોળી પટેલ કોલેજના સમયથી એન.એસ.એસ.માં જોડાઈને સમાજ સેવાના કાર્યો શરૂ કર્યા છે અને હાલ માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યા છે. તેમના પરિવારમાં માતા પિતા અને ચાર બહેનો અને એક ભાઈ છે. પરિવાર ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અભ્યાસ કરવા ભારે જહેમત ઉઠાવી છે. સોનલબેનને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત થતાં ગામમાં ખુશીનો માહોલ છવાયો છે.      

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Embed widget