અંબાજી નજીક હડાદમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે ઘર્ષણ, બે મુસ્લિમોએ એક હિન્દુ યુવક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ
બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક આવેલા હડાદ ગામમાં એક સનસનીખેજ ઘટના ઘટી છે. અહીં એક હિન્દુ યુવાન સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્યુ કર્યાનો આરોપ લાગ્યો છે.
Banaskantha Crime News: બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર હિન્દુ અને મુસ્લિમના ઝઘડાને લઇને વાતાવરણ તંગ બન્યુ છે. હાલમાં જ માહિતી મળી છે કે, જિલ્લાના અંબાજી નજીક આવેલા હડાદ ગામમાં એક હિન્દુ યુવાન સાથે બે મુસ્લિમ યુવાનો દ્વારા સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્યા આચરવાની ઘટના ઘટી છે, આ મામલે હવે હિન્દુ સંગઠનો અને હિન્દુ લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક આવેલા હડાદ ગામમાં એક સનસનીખેજ ઘટના ઘટી છે. અહીં એક હિન્દુ યુવાન સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્યુ કર્યાનો આરોપ લાગ્યો છે. ગામના બે મુસ્લિમ યુવકો દ્વારા એક હિન્દુ યુવાન પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્યુ આચર્યુ હોવાનો આરોપ લાગ્યો છે, આ ઘટનાને લઇને ગ્રામજનો અને હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે, આજે આ મામલે સમગ્ર હદાડ ગ્રામજનોએ ગામની તમામ દુકાનો બંધ રાખીને એક જંગી રેલી યોજી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, એટલુ જ નહીં 1000થી વધુના હિન્દુ ગ્રામજનોના ટોળાએ પોલીસ સ્ટેશન પાસે જઇને ફરિયાદ લેવા માટે પોલીસ હાય હાય ના નારા પણ લગાવ્યા હતા. હાલમાં હદાડમાં વાતાવરણ તંગ બન્યુ છે.
પ્રાંતિજમાં જૂથ અથડામણમાં એકની હત્યા, મુખ્ય આરોપી મુનાફ કુરેશી હજુ પોલીસ પકડથી બહાર
ચાર દિવસ પહેલા સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે મોડી રાત્રે એક જૂથ અથડામણની ઘટના ઘટી હતી, આ ઘટનામાં મુસ્લિમોના ટોળાએ હથિયારો સાથે હિન્દુઓના ઘર પર હુમલો કરી દીધો હતો, આમાં એક હિન્દુ યુવકનું મોત નીપજ્યુ હતુ. આ પછી હિન્દુ સંગઠનો અને સામાજિક સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, આ મામલે કુલ 17 લોકો અને 30થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ત્રણ દિવસમાં કાર્યવાહી કરતાં 17માથી કુલ 13 આરોપીઓની ઝડપી પાડ્યા છે, જોકે, હજુ ચાર ઓરોપી ફરાર છે.
સાબરકાંઠા જિલ્લામાં ચાર દિવસ પહેલા જૂથ અથડામણની ઘટના ઘટી હતી. જિલ્લાના પ્રાંતિજ શહેરમાં મોડી રાત્રે મુસ્લિમોના એક જૂથે મોડી રાત્રે હિન્દુઓ પર ઘાતકી હથિયારી હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં રાજેશ રાઠોડ પર મુસ્લિમ ટોળાએ પાઇપ અને લાકડીઓથી હુમલો કરતાં તેમનું મોત નીપજ્યુ હતુ. આ ઘટના બાદ મોડી રાત સુધી બન્ને જૂથો વચ્ચે સામ સામે પથ્થમારાની ઘટના પણ સર્જાઇ હતી. રાજેશ રાઠોડના મોત મામલે કુલ 17 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી અને અન્ય 30ના ટોળા સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર હત્યા અને અથડામણ ઘટના મામલે પોલીસે ગઇકાલે વધુ 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, આ પહેલા પોલીસ ચાર આરોપીઓને ઝડપી લીધા હતા, આમ કુલ 13 આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. તો વળી, હત્યાની ઘટનાનો મુખ્ય આરોપી મુનાફ કુરેશી અને અન્ય સહિત કુલ ચાર આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. હિંમતનગર ડીવાયએસપી દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવા માટેની શોધખોળ શરૂ કરાઇ છે.
જાણો શું છે સમગ્ર મામલો
પ્રાંતિજના ખોડિયાર કૂવા મોટામાઢ વિસ્તારમાં બુધવાર રાત્રિના દસ વાગ્યાની સમયે 17 શખસો સહિત 30 લોકોના ટોળાએ લાકડી, પાઈપ અને પથ્થરો સહિતના હથિયારો સાથે આવી મયુરભાઈ પાસે પૈસાની લેવડદેવડ બાબતે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. ઈકો ગાડીમાં તોડફોડ કરતા આસપાસના લોકોએ ઝઘડો કરવા ના પાડી હતી. ટોળાએ અપશબ્દો બોલીને રાજુ કાન્તીભાઈને ખેંચીને લઈ જઈ લોંકડની પાઈપ માથાના ભાગે મારીને ગડદાપાટુનો મારમાર્યો હતો. જેને લઇ રાજુભોઇને તાત્કાલિક સારવાર માટે પ્રાંતિજની સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર મળે તે પહેલા જ રાજુભાઈનું મોત નિપજ્યું હતું. મૃતકના પુત્ર બિપીને ઢોર મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાની પોલીસને જાણ કરતા જ ઘટના સ્થળે કાફલો દોડી આવ્યો હતો અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રાંતિજપોલીસ સ્ટેશનમાં મૃતકના પુત્રએ 17સામે નામજોગ સહિત 30 લોકોના ટોળા સામે હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.