Bhavnagar: બગદાણા ગુરુ આશ્રમ પરિવારના મોભી મનજીબાપાનું નિધન, પીએમ મોદીએ ટ્વીટ કરી વ્યક્ત કર્યો શોક
ભાવનગર જિલ્લાના બગદાણાના ગુરુઆશ્રમ મોભી મનજીબાપાનું (મેનેજિંગ ટ્રસ્ટી, ગુરૂ આશ્રમ, બગદાણા) આજે 14મી ફેબ્રુઆરીએ નિધન થયુ છે
Bhavnagar News: આજે સૌરાષ્ટ્રમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, ભાવનગરના બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી અને સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાના ભક્ત મનજીબાપાનું નિધન થયુ છે. માનજીબાપાના નિધનના સમાચાર સાંભળતા જ ભક્તજનોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. આવતીકાલે બપોર સુધી બગદાણામાં માનજીબાપાના પાર્થિવદેહને દર્શનાર્થે રાખવામાં આવશે, અને બાદમાં તેમની અંતિમયાત્રા નીકળશે.
ભાવનગર જિલ્લાના બગદાણાના ગુરુઆશ્રમ મોભી મનજીબાપાનું (મેનેજિંગ ટ્રસ્ટી, ગુરૂ આશ્રમ, બગદાણા) આજે 14મી ફેબ્રુઆરીએ નિધન થયુ છે. મનજીબાપાના પાર્થિવ દેહના અંતિમદર્શન બગદાણામાં 15 ફેબ્રુઆરી બપોરે 3 વાગ્યા સુધી દર્શનાર્થે રાખવામાં છે. મનજીબાપાની અંતિમયાત્રા 15 ફેબ્રુઆરી 2024એ બપોરે 3.00 કલાકે નીકળશે.
પીએમ મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરીને વ્યક્ત કર્યો શોક
બગદાણા આશ્રમના મોભી મનજીદાદાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોકાંજલિ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં જણાવ્યું છે કે ગુરુ આશ્રમ, બગદાણાના મનજીદાદાના અવસાનના સમાચારથી દુ:ખી છું. સમાજસેવા ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના. ૐ શાંતિ...!!
ગુરુ આશ્રમ, બગદાણાના પૂજ્ય મનજીદાદાના અવસાનના સમાચારથી દુઃખી છું. સમાજસેવા ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે.
ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥
ૐ શાંતિ...!! pic.twitter.com/Z5324p2R1D — Narendra Modi (@narendramodi) February 14, 2024
-
અબુધાબીમાં આજે BAPS મંદિરનું ઉદ્ધાટન કરશે PM મોદી, આ કાર્યક્રમોમાં થશે સામેલ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાજસ્થાનના ગુલાબી પથ્થરોમાંથી બનેલા અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બે દિવસની મુલાકાતે UAE આવ્યા છે. આ મંદિર તેની ભવ્યતાથી દુનિયાભરના લોકોને આકર્ષે છે. 27 એકરમાં બનેલું આ 108 ફૂટ ઊંચું મંદિર એક સ્થાપત્ય અજાયબી માનવામાં આવે છે. ગંગા અને યમુના નદીઓનું પવિત્ર જળ મંદિરની બંને બાજુ વહે છે, જેને ભારતથી વિશાળ કન્ટેનરમાં લાવવામાં આવ્યું હતું. મંદિરનું નિર્માણ કરનાર બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે મંગળવારે જણાવ્યું હતું કે મંદિરના ખૂણેખૂણે ભારતની ઝલક જોવા મળશે. અહીં તમને વારાણસીના ઘાટની ઝલક પણ જોવા મળશે.
શું છે મંદિરની વિશેષતા?
સ્વામી બ્રહ્મવિહારીદાસે મંગળવારે જણાવ્યું હતું કે અબુધાબીમાં બનેલું હિન્દુ મંદિર 108 ફૂટનું છે. તેમાં 40,000 ક્યુબિક ફૂટ માર્બલ, 1,80,000 ક્યુબિક ફૂટ ગુલામી પથ્થર, 18,00,000 ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં 300 સેન્સર લગાવવામાં આવ્યા છે. પીએમ મોદીએ દ્વિપક્ષીય બેઠક અને અહલાન મોદી કાર્યક્રમ દરમિયાન UAEમાં BAPS મંદિરના નિર્માણ માટે રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદનો પણ આભાર માન્યો હતો. તેણે કહ્યું, સાત મહિનામાં ઝાયેદ સાથે આ મારી પાંચમી મુલાકાત છે. જ્યારે પણ હું અહીં આવું છું ત્યારે મને એવું લાગે છે કે જાણે હું મારા પરિવારની વચ્ચે છું. તેમણે ખુલાસો કર્યો કે, મેં રાષ્ટ્રપતિને મંદિર માટે વિનંતી કરી હતી. તેમણે જરા પણ વિલંબ કર્યા વિના કહ્યું, જ્યાં સુધી રેખા દોરવામાં આવશે તે જગ્યા મંદિર માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ તમારા ભારત પ્રત્યેના પ્રેમનું ઉદાહરણ છે.
વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024ને સંબોધિત કરશે
મોદી યુએઇના રાષ્ટ્રપતિ સાથે પરસ્પર હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદી UAEના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમને પણ મળશે. પીએમ મોદી બુધવારે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024ને ગેસ્ટ ઓફ ઓનર તરીકે સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2015માં પીએમ મોદીએ ઐતિહાસિક મુલાકાત લીધી હતી. આ પછી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં વધારો થયો છે.
UAE માં હિન્દુ મંદિર ક્યાં બનેલું છે?
આ મંદિર UAEની રાજધાની અબુ ધાબીમાં 'અલ વાકબા' નામની જગ્યા પર બનાવવામાં આવ્યું છે. આ ધાર્મિક સ્થળ 20,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. હાઈવેને અડીને આવેલ અલ વાકબા નામનું સ્થળ અબુ ધાબીથી લગભગ 30 મિનિટ દૂર છે. UAE નું પહેલું હિન્દુ મંદિર 2023 માં પૂર્ણ થઈ શકે છે, પરંતુ તેની કલ્પના લગભગ અઢી દાયકા પહેલા 1997 માં BAPS સંસ્થાના તત્કાલિન વડા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.