શોધખોળ કરો

News: 16મી ઓગસ્ટથી ગુજરાતમાં ફરી શિક્ષકોનું મહાઆંદોલન, જુની માંગણીઓ-પડતર પ્રશ્નો અંગે સરકાર સામે ચઢાવી બાંયો

Gandhinagar News: રાજ્યભરમાં ફરી એકવાર શિક્ષકો અને સરકાર વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઇ છે. હાલમાં મળતા રિપોર્ટ મુજબ આગામી દિવસોમાં ફરી એકવાર શૈક્ષિક સંઘ મોટા આંદોલન કરવાના મૂડમાં છે

Gandhinagar News: રાજ્યભરમાં ફરી એકવાર શિક્ષકો અને સરકાર વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઇ છે. હાલમાં મળતા રિપોર્ટ મુજબ આગામી દિવસોમાં ફરી એકવાર શૈક્ષિક સંઘ મોટા આંદોલન કરવાના મૂડમાં છે. રાજ્યભરના શિક્ષકો દ્વારા પડતર પ્રશ્નોને લઇને ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનના પગલે સરકાર તરફથી શિક્ષણ વિભાગના અધિકારી અને શિક્ષકોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક મળી હતી. પરંતુ બેઠકમાં સંતોષકારક નિવારણ અને કોઇ ઉકેલ ના આવતા હવે શૈક્ષિક મહા સંઘે આંદોલન કરવાની ચીમકી આપી છે. આગામી 16મી ઓગસ્ટથી રાજ્યભરમાં ફરી એકવાર શૈક્ષિકે સંઘ મહાઆંદોલનનું કરશે. 

સરકાર અને શૈક્ષિક સંઘ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી પડતર માંગણીઓને લઇને ચર્ચાઓ ચાલી રહી છે, અનેકવાર બેઠકો પણ યોજાઇ જોકે કોઇ નક્કર ઉકેલ આવતો નથી. હાલમાં જ સરકાર અને શૈક્ષિક સંઘ વચ્ચે મેગા બેઠક યોજાઇ હતી, તેમાં પણ કોઇ ઉકેલ ના આવતા હવે શૈક્ષિક સંઘે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આગામી 16 ઓગસ્ટે ગુજરાત શૈક્ષિક સંઘનું મહાઆંદોલન યોજાશે. શિક્ષકો માટે OPS સહિતના પ્રશ્નોની માંગ સાથે આ આંદોલન કરવામાં આવશે. આ આંદોલન પાટનગર ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં યોજાશે. રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલે જણાવ્યું હતુ કે, આંદોલન અંગે માહિતી આપી છે કે, મહાઆંદોલનના દિવસે આગામી રણનીતિ ઘડાશે. હવે શૈક્ષિક મહાસંઘ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અને આંદોલન ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.

જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના વચ્ચેનો તફાવત

જૂની પેન્શન યોજના

આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળતા પગારનો અડધો ભાગ પેન્શન તરીકે આપવામાં આવે છે.

OPS હેઠળ, પેન્શન માટે કર્મચારીઓના પગારમાંથી કોઈ પૈસા કાપવામાં આવતા નથી.

જૂની પેન્શન યોજના હેઠળ પેમેન્ટ સરકાર પોતાની તિજોરીમાંથી કરે છે.

આ સ્કીમમાં 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટી ઉપલબ્ધ છે.

આમાં જનરલ પ્રોવિડન્ટ ફંડની જોગવાઈ છે

છ મહિના પછી મોંઘવારી ભથ્થું વધારવાની જોગવાઈ છે.

નવી પેન્શન યોજનામાં શું છે?

કર્મચારીના મૂળ પગારમાંથી 10 ટકા અને ડીએ કાપવામાં આવે છે.

નવી પેન્શન યોજના શેરબજાર પર આધારિત છે, જેના કારણે તે એટલી સલામત નથી.

છ મહિના પછી મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નથી.

નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શનની કોઈ ગેરંટી નથી.

આ પણ કર કપાત હેઠળ આવે છે.

નિવૃત્તિ પછી પેન્શન મેળવવા માટે, તમારે એનપીએસના 40 ટકા વાર્ષિકીમાં રોકાણ કરવું પડશે.

કયા રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ છે

નવી પેન્શન યોજનાના વિરોધમાં દેશના પાંચ રાજ્યોમાં જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવામાં આવી છે, જેનો અર્થ એ છે કે આ રાજ્યોના કર્મચારીઓને કોઈપણ કપાત વિના દર મહિને જૂની પેન્શન યોજના હેઠળ પેન્શનનો લાભ મળશે. જૂની પેન્શન યોજના સૌપ્રથમ રાજસ્થાનમાં લાગુ કરવામાં આવી હતી. ત્યારબાદ આ યોજના છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં લાગુ કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Embed widget