શોધખોળ કરો

ફિનલેન્ડમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમના આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતી ગરબાની જમાવટ

કાર્યક્રમમાં હાજર વિશ્વના અનેક દેશોના દર્શકોની તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હોલ. દર્શકોએ કહ્યું,  ગુજરાતી ગરબા અને ભારતીય સંસ્કૃતિને નિહાળવાનો અનુભવ યાદગાર  રહ્યો.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

આવો જ કંઈ અનેરો માહોલ, યુરોપ ખંડમાં આવેલા વિશ્વના સૌથી વધુ HAPPIEST ( ખુશ) દેશ ફિનલેન્ડના લાપલાન્ડ રાજ્યના પાટનગર રોવાનાએમીમાં આંતરાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. જેમાં અહીં વસતા ગુજરાતી જાગૃતિબહેન કલાપીભાઈ બેરડિયા દ્વારા ગુજરાતી ગરબાને રજૂ કરવામાં આવેલા. જાગૃતિબહેન દ્વારા રજૂ કરેલા ગરબાની ધમાકેદાર રમઝટ બાદ સમગ્ર કાર્યક્રમમાં ભારતીય અને ગુજરાતની સંસ્કૃતિની એક અનેરી ઝલક જોવા મળી હતી. ગરબાની રજૂઆત બાદ, સમગ્ર હોલ કાર્યક્રમમાં હાજર વિશ્વભરના અનેક દેશોના શ્રોતા અને દર્શકોની તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં ભારત, નેપાળ, યુક્રેન, ફિનલેન્ડ, રોમાનિયા, ફ્રાંસ સહિત યુરોપના અન્ય દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને વિશ્વના અનેક દેશોના શ્રોતા અને દર્શકો તેને જોવા માટે આવ્યા હતા.

બેરડિયા જાગૃતિબહેન મૂળ ભાવનગરના મહુવાના વતની છે અને ફિનલેન્ડમાં ગત વર્ષે આવેલા છે. તેઓ ગરબા અને કુચીપુડી ( આંધ્રપ્રદેશનુ લોક નૃત્ય) નૃત્યના જાણકાર છે. ફિનલેન્ડમાં તેઓ ફિનિશ ભાષા શિખવાની સાથે સાથે અનેક પ્રવૃત્તિઓમાં સમયાંતરે ભાગ લેતા રહે છે અને તક મળે છે ત્યારે ગુજરાતની સંસ્કૃતિને વિશ્વ ફલક પર પ્રજ્વલિત કરતા રહે છે. 


ફિનલેન્ડમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમના આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતી ગરબાની જમાવટ

ગુજરાતી ગરબાને નિહાળ્યા બાદ રોવાલા સ્કુલના પ્રિન્સિપાલ ફ્રાંતિ નિએમેલા પાઉલોએ ગુજરાતી સંસ્કૃતિના વખાણ કરતા કહેલુ કે, આ એક અદ્ભૂત નૃત્ય છે, જેને નિહાળવાનો તેમને એક ખાસ લહાવો મળ્યો છે. આ જ રીતે શાળાના અન્ય શિક્ષકોએ કહેલુ કે તેઓ ગુજરાતી ગરબા નૃત્યને જોઈને અભિભૂત થયા છે અને જાગૃતિબહેનના પર્ફોમન્સની પ્રશંસા કરેલી. 

બીજી તરફ, કાર્યક્રમ જોવા આવનાર અન્ય દેશના ઉપસ્થિત લોકોએ કહેલુ કે, રોવાલાના મંચ પરથી તેમને ગુજરાતી ગરબા સાથે ભારતીય સંસ્કૃતિને જોવાનો જે લ્હાવો મળ્યો છે, તે યાદગાર બન્યો છે. 

આ આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન રોવાનિએમીમાં સ્થિત રોવાલા સ્કુલ ( જ્યાં વિશ્વના વિવિધ દેશના વિદ્યાર્થીઓ વિવિધ ભાષાનો અભ્યાસ કરે છે.) દ્વારા તેમના જ એક વિશાળ હોલમાં કરવામાં આવ્યુ હતુ. ફિનલેન્ડ સહિત યુરોપમાં રોવાલા સ્કુલ તેની શૈક્ષણિક, સાસ્કૃતિક અને તેની અન્ય પ્રવૃત્તિઓ માટે પ્રસિદ્ધ છે. અહીં આયોજિત કાર્યક્રમના મંચ જ કોઈપણ પરફોન્સ કરવુ એ દરેક સ્પર્ધક કે પરફોર્મર માટે એક સિદ્ધિ સમાન છે. 

ફિનલેન્ડમાં અંદાજે 13,114 જેટલા ભારતીયો વસવાટ કરે છે. જેમાં, અંદાજે 2 હજાર ( કોઈ સત્તાવાર આંકડો મળ્યો નથી) જેટલા ગુજરાતીઓ છે. લાપલાન્ડ રાજ્યમાં અંદાજે 100 જેટલા ભારતીયો વસે છે. જેના વિવિધ જિલ્લાઓમાં અંદાજે 35 જેટલા ગુજરાતીઓ વસે છે. લાપલાન્ડ રાજ્ય એ ફિનલેન્ડનુ કાશ્મીર ગણાય છે. જેમાં શિયાળામાં અંદાજે માઈનસ  35 થી લઈ માઈનસ 42 ડિગ્રી સુધી તાપમાન રહે છે. ગત વર્ષે ડિસેમ્બર 2023માં માઈનસ 42 ડિગ્રી સુધી તાપમાન રહ્યુ હતુ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Embed widget