શોધખોળ કરો

કચ્છથી ખેડૂતોને વડાપ્રધાન મોદીનો સંદેશ, કહ્યું- દરેક શંકાના સમાધાન માટે તૈયાર

વડાપ્રધાન રિન્યુએલ એનર્જી પાર્કનું પણ ઉદઘાટન કરશે. નરેન્દ્ર મોદી સાંજે સાડા પાંચ વાગે કચ્છના સફેદ રણનો નજારો માણશે. પાંચ કલાકની મુલાકાત બાદ તેઓ સાંજે સાડા સાત વાગે દિલ્હી જવા રવાના થશે.

LIVE

કચ્છથી ખેડૂતોને વડાપ્રધાન મોદીનો સંદેશ,  કહ્યું- દરેક શંકાના સમાધાન માટે તૈયાર

Background

ધોરડોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છની એક દિવસની મુલાકાતે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ધોરડોમાં આગમન થઈ ચૂક્યું છે. પીએમ મોદી ધોરડો ખાતે તૈયાર કરાયેલ વિલેજ થિમની પણ મુલાકાત લેશે. અહીં કચ્છની ગ્રામીણ ભાતીગળ સંસ્કૃતિ નિહાળશે. કચ્છનાં ગામડા, ભૂંગા અને તેની થિમ આધારિત તૈયાર કરાયેલ પાર્કની મુલાકાત લેશે.

​વડાપ્રધાન મોદી કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી મંગળવાર બપોરે 2.00 કલાકે ખાતમૂર્હુત કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેવાના છે.

માંડવીમાં મોદીના હસ્તે ડિસેલિશેન પ્લાન્ટનુ ખાતમુહુર્ત કરવામાં આવશે. વડાપ્રધાન રિન્યુએલ એનર્જી પાર્કનું પણ ઉદઘાટન કરશે. નરેનેદ્ર મોદી સાંજે સાડા પાંચ વાગે કચ્છના સફેદ રણનો નજારો માણશે. પાંચ કલાકની મુલાકાત બાદ તેઓ સાંજે સાડા સાત વાગે દિલ્હી જવા રવાના થશે.

વડાપ્રધાન ભૂકંપગ્રસ્તની યાદમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે. કચ્છના હસ્તકલા કારીગરોને મળી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.

વડાપ્રધાન બપોરે સફેદ રણ ખાતેથીજ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુર્હુત કરનારા હોવાથી બપોરનું ભોજન ટેન્ટ સીટી ખાતે લેશે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ટેન્ટ સીટીના સંચાલકોને વડાપ્રધાનના ભોજનઅંગેની તૈયાર કરવા સુચના આપી દેવાઈ છે. જેમાં ગુજરાતી વડાપ્રધાન હોવાથી તેમને ફુલ ગુજરાતી થાળીનો રસથાળ પીરસવામાં આવશે તે સાથે તેમાં કચ્છી વાનગીઓનું સંયોજન કરાશે. ફરસાણમાં કચ્છી સમોસા, દાબેલી, મીઠાઈમાં અડદિયા પાક, ગુલાબ પાક વગેરે થાળીમાં પીરસાશે.

16:11 PM (IST)  •  15 Dec 2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટેન્ટ સિટી પરત ફર્યા, દરબારી ટેન્ટ ખાતે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે કરશે બેઠક. કચ્છનાં જીલ્લા પ્રસાસનનાં અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહેશે. કચ્છ અને ગુજરાતનાં ટુરિઝમ વિકાસ માટે પણ બેઠકમાં ચર્ચા કરાશે.
15:44 PM (IST)  •  15 Dec 2020

ખેતી સુધારથી કોઈનું કંઇ કોઈ લઇ લેવાનું નથી. ખેડુતોને પીએમની અપીલ બધી જ શકાનાં સમાધાન માટે સરકાર છે. અમે હંમેશા માટે ખેડુતો માટે પૂરા પ્રયાસોથી કામ કરીએ છીએ. અમુક લોકો ખેડુતોનાં ખંભે બંધુક ફોડી રહ્યાં છે. ખેડુતોને ભરમાવે છે.
15:43 PM (IST)  •  15 Dec 2020

કચ્છનો ખેડૂત હોય કે સરહદ પર તૈનાત જવાબ બન્ને માટે પાણી ખૂબ જ જરુરી છે. કચ્છનાં ખેત ઉત્પાદનો વિદેશમાં નિકાસ થઈ રહ્યાં છે. ગુજરાતનું કૃષિ ઉધોગ પણ વિકાસ પામ્યું છે. ગુજરાત સરકાર ખેતી ક્ષેત્રમા બહું દખલ નથી દેતી. કૃષિ સેક્ટરને અમે ગુજરાતમાં ખુલ્લું કર્યું છે. કચ્છની બની ભેંસનું દુનિયામા નામ છે. હાલમાં જ એક બન્ની ભેંસ 5 લાખમાં વેચાઈ હતી. આઝાદી બાદ ભેંસની બાની પહેલી બ્રીડ હતી. ખેડુતોનાં ઉદાહરણ હું એટલા માટે આપુ છુ કે, દિલ્હીમાં આજકાલ ખેડુતોને બિવડાવવામા આવી રહ્યાં છે તેમણે ભરમાવી દેવામા આવી રહ્યાં છે. દિલ્હી ખેડૂત આંદોલન અંગે પીએમએ કચ્છથી ઉલ્લેખ કર્યો.
15:41 PM (IST)  •  15 Dec 2020

ભૂકંપ બાદ કચ્છનાં વિકાસનો અભ્યાસ રિસર્ચ કરનાર લોકોએ કરવો જોઈએ. આ એક અભ્યાસનો વિષય છે. 128 વર્ષ પહેલા 15 ડિસેમ્બરનાં રોજ અમદાવાદમાં એક ઇન્ડસ્ટ્રિયલ સેમિનાર મળ્યો હતો, જેમા સુર્ય દ્રારા સંચાલિત એક યંત્ર અંગે ચર્ચા થઈ હતી. આજે આજ દિવસે સૌથી મોટા રીન્યુયેબ્લ એનર્જી પાર્ક બની રહ્યો છે. આ પાર્ક નાં કારણે પર્યાવરણનું રક્ષણ થશે. આ પ્લાન્ટમાં જે વીજળી બનશે જે પાંચ કરોડ કાર્બન ડાયોક્સાઇડ એબીશન રોકવામા મદદ કરશે.
14:59 PM (IST)  •  15 Dec 2020

કચ્છમાં પહોંચીને બેવડી ખુશી થઈ. કચ્છમાં દુનિયાનું સૌથી મોટું સોલાર પાર્ક બની રહ્યું છે. આ સોલાર પાર્ક સિંગાપોર જેવડું હશે. આજે કચ્છમાં નવી ઉર્જાનો સંચાર થયો. સરદાર પટેલનું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે.
Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Embed widget