શોધખોળ કરો
Advertisement
ભાજપ લોકસભા-વિધાનસભામાં પણ 60 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકિટ નહીં આપે ? C. R. પાટીલે કરી મોટી જાહેરાત
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે, 60 વર્ષ કે તેથી વધુ વયના અને ત્રણ ટર્મ સુધી જીતેલા ઉમેદવારોએ નિરાશ થવાની જરૂર નથી કેમ કે તેમને વિધાનસભા અને લોકસભા માટે ટિકિટ આપવામાં આવશે.
વ્યારાઃ ભાજપે સ્થાનિક સ્વારજની ચૂંટણીમાં 60 વર્ષી વધારે વય અને ત્રણ ટર્મ કે વદારે સમય માટે જીતેલાં લોકોને ટિકિટ નહીં આપવાનો નિયમ અમલી બનાવ્યો હતો. તેના કારણે એવી અટકળો ચાલી રહી છે કે, ભાદપ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પણ 60 વર્ષ કે વધુ વયનાં લોકોને ટિકિટ નહીં આપી.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે, 60 વર્ષ કે તેથી વધુ વયના અને ત્રણ ટર્મ સુધી જીતેલા ઉમેદવારોએ નિરાશ થવાની જરૂર નથી કેમ કે તેમને વિધાનસભા અને લોકસભા માટે ટિકિટ આપવામાં આવશે.
તાપી જિલ્લામાં ઉચ્છલ ખાતે ભાજપના વિજય વિશ્વાસ સંમેલન અને પેજ સમિતિ કાર્ડ વિતરણ સમારોહમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જણાવ્યું કે, ગુજરાત ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ત્રણ ટર્મ પૂર્ણ કરેલા કાર્યકરો ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી શકશે નહીં એવો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ યુવા પ્રતિભાઓને પોતાની તાકાત બતાવવાની તક મળે તે હતો પણ આ નિર્ણયને કારણે જેમને ટિકીટ નથી મળી તેમણે નિરાશ થવાની જરૂર નથી. આ નેતાઓ વિધાનસભા અને લોકસભા માટે ઉમેદવારી નોંધાવી શકશે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો નિયમ લાગુ નહીં પડે તેવી સ્પષ્ટતા તેમણે કરી હતી.. રવિવારે યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો તમામ સીટો પર વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને આવનાર તાલુકા, જિલ્લા અને નગર પાલિકાની ચૂંટણીમાં પણ ભવ્ય વિજય મેળવવા કાર્યકરોને હાકલ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion