Amreli : ટીંબીના રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડ્યો, બાળકોએ બનાવી લીધો વીડિયો
જાફરાબાદના ટીંબી ગામની ભાગોળેથી ડાલામથ્થો સિંહ પસાર થયો. દિવસ દરમ્યાન સિંહે ગામની નજીકથી લટાર મારી હતી. ટીંબી ગામની ભાગોળે આવેલા ઝૂંપડપટી વિસ્તાર નજીકથી સિંહે લટાર મારી હતી.
![Amreli : ટીંબીના રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડ્યો, બાળકોએ બનાવી લીધો વીડિયો Video : Lion arrived in Timbi residence area of Amreli, video goes to viral Amreli : ટીંબીના રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડ્યો, બાળકોએ બનાવી લીધો વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/02/1121c7cbbdad624516f53e8744de8bf6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમરેલીઃ જાફરાબાદના ટીંબી ગામની ભાગોળેથી ડાલામથ્થો સિંહ પસાર થયો. દિવસ દરમ્યાન સિંહે ગામની નજીકથી લટાર મારી હતી. ટીંબી ગામની ભાગોળે આવેલા ઝૂંપડપટી વિસ્તાર નજીકથી સિંહે લટાર મારી હતી. સ્થાનિક બાળકો દ્વારા સિંહને જોઈ જતા મોબાઈલમાં સિંહનો વીડિયો ઉતાર્યો હતો. સિંહ ઝૂંપડપટી નજીકથી પસાર થતા અચંબિત કરી દેતો વીડિયો વાયરલ થયો છે.
Amreli : ટીંબીના રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડ્યો, જુઓ વીડિયો pic.twitter.com/ONQy5KN2AG
— ABP Asmita (@abpasmitatv) March 2, 2022
ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકો ઝૂંપડામાં હોય ત્યારે જ સિંહ પસાર થયો. સિંહ આન બાન અને શાનથી ઝૂંપડ પટી નજીકથી પસાર થઇ જંગલ તરફ ચાલ્યો ગયો. બે દિવસ પહેલાની ઘટનાનો વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Dwarka: ખંભાળિયામાં યુવકે બે સગીર બહેનોને હવસનો શિકાર બનાવતાં મચી ગયો ખળભળાટ, કોણે કરી મદદગારી?
દ્વારકાઃ ખંભાળિયામાં બે સગીર બહેનોને ત્રણ યુવકોએ હવસનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. દુષ્કર્મ સબબ યુવાન સામે ફરિયાદ નોંધાઇ. મદદગારી કરતા અન્ય બે શખ્સો સામે પણ ગુનો દર્જ કરતા તમામ આરોપીઓની પોલીસે ધરપકડ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખંભાળિયામાં રહેતી સગીર વયની તરુણી પર એક યુવાને દુષ્કર્મ ગુજારવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ શખ્સને મદદગારી કરવા સબબ અન્ય બે શખ્સો સામે પણ ગુનો નોંધાયો છે.
પોલીસના જણાવ્યા મુજબ, ખંભાળિયામાં રહેતી 16 વર્ષ 9 માસની વયની સગીરાને ખંભાળિયાના નિકેશ ચંદુભાઈ પ્રજાપતિ નામના શખ્સે લલચાવી-ફોસલાવી, તેણી સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં નિકેશ પ્રજાપતિ દ્વારા તેણીની સાથે અવારનવાર જુદા-જુદા સ્થળોએ શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. ગત જાન્યુઆરી માસથી શરૂ થયેલા આ પ્રકરણમાં ગત તારીખ 27 ફેબ્રુઆરીના રોજ નિકેશે સગીરાને એક સ્થળે બોલાવી અને તેણીનો પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાનું કહ્યું હતું. આથી ઉપરોક્ત સગીરા તેણીની ચૌદ વર્ષ બે માસની વયની નાની બહેનને સાથે લઈને ચોક્કસ સ્થળે રૂમ પર ગઈ હતી.
અહીં આરોપી નિકેશે સગીરાની નાની બહેનને રૂમમાં એકલી બોલાવતા મોટી બહેને નાની બહેનને નિકેશ સાથે એકલા રુમમાં જવાની ના કહી દીધી હતી. આથી અહીં રહેલા આશિષ કારુભાઈ આહીર અને મહેશ ચાવડા નામના બે શખ્સોએ મોટી બહેનને દુપટ્ટા વડે હાથ-પગ બાંધી અને આરોપી આશિષ કારુભાઈ આહિરે છરી બતાવી અને જો તેણી રાડા-રાડી કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બાદમાં આરોપી નિકેશ પ્રજાપતિએ મોટી બહેનને બાંધી રાખી, નાની બહેન સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હોવાનું જાહેર થયું છે. બે સગીર બાળા ઉપર દુષ્કર્મ ગુજારવા સબબ સગીરાના પિતાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મુખ્ય આરોપી એવા નિકેશ ચંદુભાઈ પ્રજાપતિ સાથે મદદગારી કરનારા આશિષ કારુભાઈ આહીર અને મહેશ ચાવડા સામે આઈ.પી.સી. કલમ 354 (એ)(2), 342, 376, 376(2)(એન), 376(3), 506(2), 114 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીઓને ગણત્રી ના સમય માં ઝડપી પાડ્યા હતા.પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)