શોધખોળ કરો

Earthquake: દિલ્હી-NCR, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ

નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ મંગળવારે બપોરે 2:25 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર નેપાળમાં હતું. તેની ઊંડાઈ પૃથ્વીની સપાટીથી 10 કિમી હતી.

Earthquake: મંગળવારે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી. પંખા અને લાઇટ જેવી વસ્તુઓ પણ ફ્લોર પર ધ્રૂજતી જોવા મળી હતી. નોઈડામાં 10 થી 15 સેકન્ડ સુધી સતત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ અને બરેલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપથી ઉત્તરાખંડની ધરતી પણ ધ્રુજી હતી.

અચાનક ધરતીકંપના આંચકાના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. ભૂકંપ આવવાનો સમય બપોરે 2.53 વાગ્યાનો હતો. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ મંગળવારે બપોરે 2:25 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર નેપાળમાં હતું. તેની ઊંડાઈ પૃથ્વીની સપાટીથી 10 કિમી નીચે હતું

ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઈક સમયે અથડાય છે, ત્યારે ત્યાં ફોલ્ટ લાઇન ઝોન રચાય છે અને સપાટીના ખૂણા ફોલ્ડ થાય છે. સપાટીના ખૂણાને લીધે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાને કારણે અંદર રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે પૃથ્વી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ માની લઈએ છીએ.

ભૂકંપની તીવ્રતા

રિક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનુભવી શકાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના 8,000 ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. તેવી જ રીતે, 2.0 થી 2.9 ની તીવ્રતાવાળા ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા 1,000 ધરતીકંપો દરરોજ આવે છે, જે આપણે સામાન્ય રીતે અનુભવતા પણ નથી. 3.0 થી 3.9 ની તીવ્રતાના અત્યંત હળવા ધરતીકંપ એક વર્ષમાં 49,000 વખત નોંધાયા છે. તેઓ અનુભવાય છે પરંતુ ભાગ્યે જ કોઈ નુકસાન પહોંચાડે છે. લાઇટ શ્રેણીના ધરતીકંપો 4.0 થી 4.9 તીવ્રતાના હોય છે જે સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં લગભગ 6,200 વખત રિક્ટર સ્કેલ પર નોંધાય છે. આ આંચકા અનુભવાય છે અને તેના કારણે ઘરની વસ્તુઓ હલતી જોવા મળે છે. જો કે, તેઓ નજીવું નુકસાન પહોંચાડે છે.

ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો

  • ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
  • મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.
  • ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.
  • ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
  • કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.
  • પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.
  • આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
  • લિફ્ટનો ઉપયોગ કરતા બચો..
  • પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છે
  • લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.
  • નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો..
  • સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.
  • ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો
  • આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
Embed widget