દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, હવે 32 નેતાઓ સામે નોંધી FIR, મોટા માથાઓના નામ સામેલ
Prophet Muhammad Row: દિલ્હી પોલીસે ભડકાઉ નિવેદન આપનારા નેતાઓ સામે કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસે નોંધેલી 2 FIRમાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનું નામ પણ સામેલ છે.

FIR Against Owaisi: ઉશ્કેરણીજનક નિવેદનોને લઈને દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલી 2 FIRમાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી સહિત 32 લોકોના નામ સામેલ કરવામાં આવ્યા છે. FIRમાં નરસિમ્હાનંદનું નામ પણ જોડવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ નોટિસ પાઠવી છે અને વાતાવરણ બગાડવાના મામલે નોંધાયેલી બે FIRના સંદર્ભમાં તેમની પાસેથી માહિતી માંગી છે. આ સાથે દિલ્હી પોલીસે પણ અપીલ કરી છે કે આવી પોસ્ટ ટાળવી જોઈએ જે વાતાવરણ બગાડી શકે.
ઓવૈસી-નુપુર સહિત 32 પર FIR
અગાઉ, દિલ્હી પોલીસે પયગંબર મોહમ્મદ પર ટીવી ડિબેટ દરમિયાન અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ FIR નોંધી હતી. આ સાથે જ પ્રોફેટ મોહમ્મદને લઈને સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરવા બદલ અન્ય આઠ લોકો સામે પણ FIR નોંધવામાં આવી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા બીજેપીના નવીન જિંદાલ, પત્રકાર સબા નકવી સામેની બીજી FIRમાં શાદાબ ચૌહાણ, મૌલાના મુફ્તી નદીમ, અબ્દુર રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીના અને પૂજા શકુનના નામ જોડવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ હવે આ નેતાઓને પૂછપરછ માટે સમન્સ મોકલવાની તૈયારી કરી રહી છે.
The sections of the cases are 153, 295, 505 IPC. One case has been registered against Nupur Sharma & others one has been registered against multiple social media entities based on the analysis. Notices will be sent to the social media intermediaries for the details: Delhi Police
— ANI (@ANI) June 9, 2022
AIMIM ની મહિલા કાર્યકરોની અટકાયત
નૂપુર શર્માના પ્રોફેટ મોહમ્મદ પરના વિવાદિત નિવેદનના વિરોધમાં AIMIMએ આજે રાષ્ટ્રીય રાજધાનીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. AIMIMની કેટલીક મહિલા કાર્યકરો પણ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચી હતી, જેમને પોલીસે કસ્ટડીમાં લીધા છે.
AIMIMએ નુપુર શર્માના નિવેદનના વિરોધમાં જંતર-મંતર પર ધરણા કર્યા હતા, જેને પોલીસે મંજૂરી આપી ન હતી. લગભગ 12:00 વાગ્યે, અચાનક 25 થી 30 કાર્યકરો સંસદ માર્ગ પર પહોંચ્યા, જેના પછી પોલીસે તરત જ તેમને બસમાં બેસાડ્યા અને દૂર લઈ ગયા. જે બાદ પોલીસ ત્રણ કાર્યકરોને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન લઈ ગઈ. બાદમાં એક પછી એક ત્રણથી ચાર મહિલા કાર્યકરો આવી અને તેમને પણ પોલીસ દ્વારા પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનની અંદર લઈ જવામાં આવી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
