G20 Summit 2023: વરસાદથી 'ભારત મંડપમ' પાણી-પાણી, રણદીપ સૂરજેવાલાએ મોદી સરકાર પર ટ્વીટ કરી સાધ્યુ નિશાન
દિલ્હીમાં બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે G20ના સ્થળ 'ભારત મંડપમ'ની અંદર પાણી ઘૂસી ગયા છે,
G20 Summit In Bharat Mandapam: દિલ્હીમાં બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે G20ના સ્થળ 'ભારત મંડપમ'ની અંદર પાણી ઘૂસી ગયા છે, જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. આ અંગે કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સરકાર પોતાના કુકર્મોને ઢાંકી શકે નહીં.
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પાણીથી ભરેલા 'ભારત મંડપમ'નો વીડિયો શેર કર્યો છે. સુરજેવાલાએ લખ્યું, - "લગભગ 3000 કરોડ રૂપિયાની ખર્ચે બનેલા 'ભારત મંડપમ'માં આજે થોડાક જ વરસાદમાં “વિકાસ” તરતો દેખાયો. ભગવાનને પ્રાર્થના કરું છું કે આજે દિવસે અહીં વધારે વરસાદ ના પડે, જી20 સંમેલન સહી સલામત પુરુ થઇ જાય.
સુરજેવાલ બોલ્યા - કરતૂતોને નથી ઢાંકી શકતી સરકાર -
તેમને આગળ લખ્યું- "મોદી સરકારે ગરીબોને તો 'પડદા'થી ઢાંકી દીધા, પણ કેટલી પણ "શૉ-શૉ બાજી" કરીને.. પોતાની કરતૂતોને નથી ઢાંકી શકતી. આમ પણ તે મોદી સરકારમાં કોઇપણ ઇવેન્ટ અને ઉદઘાટન પછી નથી ટકતી.
लगभग ₹3000 करोड़ की लागत से बने "भारत मंडपम" में, आज जरा सी बारिश में ही “विकास” तैरता हुआ दिखाई दिया !
— Randeep Singh Surjewala (@rssurjewala) September 10, 2023
भगवान से प्रार्थना है कि आज दिन में यहां ज्यादा बारिश ना हो, #G20Summit सही सलामत पूरा हो जाए !
मोदी सरकार ने गरीबों को तो 'पर्दे' से ढक दिया, मगर कितनी भी "शो-शो बाज़ी"… pic.twitter.com/ZdrSTHOOnG
આ પહેલા વીડિયો શેર કરતી વખતે ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ બીવી શ્રીનિવાસે મોદી સરકારના વિકાસના દાવાઓ પર નિશાન સાધ્યું હતું. શ્રીનિવાસે X પર લખ્યું, 'G20 સભ્યોની મેજબાની માટે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા 'ભારત મંડપમ'ના ફોટા. વિકાસ તરી રહ્યો છે...'
કોંગ્રેસના ઓફિશિયલ મીડિયા પ્લેટફોર્મ INC-TVએ પણ ભારત મંડપમાં પાણીનો વીડિયો શેર કર્યો અને લખ્યું, "ખોખલા વિકાસનો પર્દાફાશ થયો. G20 માટે ભારત મંડપ તૈયાર કરવામાં આવ્યો. 2,700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. એક વરસાદમાં પાણી ફરી વળ્યુ."
ભારત મંડપમમાં પીએમ મોદીએ કરી વિદેશી નેતાઓની મેજબાની -
તે જ ભારત મંડપમ કન્વેન્શન સેન્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે યુએસ પ્રમુખ જૉ બાયડેન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, ઑસ્ટ્રેલિયન પીએમ એન્થૉની અલ્બેનિસ સહિત 30 થી વધુ દેશો અને સંગઠનોના નેતાઓનું આયોજન કર્યું હતું.