Coronavirus Cases LIVE: રાજ્યભરમાં ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું ચુસ્ત અમલ કરવાની પોલીસ વડાની સૂચના
Gujarat Coronavirus Cases LIVE Updates: ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના (Coronavirus) 2640 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં છે.
LIVE
Background
Gujarat Coronavirus Cases LIVE Updates: ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના (Coronavirus) 2640 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 2066 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,94,650 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું ચુસ્ત અમલ કરવાની પોલીસ વડાની સૂચના
માસ્ક ન પહેરનાર નાગરિકો પાસે દંડ વસૂલવાની કાર્યવાહીનો ચુસ્ત અમલ કરવાની પોલીસ વડાએ સૂચના આપી છે. રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી અને પોલીસ કમિશનરશ્રીઓને ઝુંબેશ શરૂ કરવા ડીજીપીએ સૂચના આપી છે.
રાજ્યમાં ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ
કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારે (Gujarat Government)એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓમાં સોમવાર (5 એપ્રિલ) થી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.
રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ
રાજ્યમાં કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે ફરી રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 2800થી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ( Coronavirus) 2815 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 13 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે 2063 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,96,713 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
આ વર્ષે પણ નહીં યોજાય નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા
નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા આ વર્ષે પણ નહીં યોજાય.. વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી પ્રશાસને નિર્ણય કર્યો છે.
વડોદરામાં ધનવંતરી રથની 200 ટીમ કરાશે કાર્યરત
વડોદરામાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે ધનવંતરી રથની 200 ટીમ કાર્યરત કરાશે..તો દરેક વિધાનસભા વિસ્તાર દીઠ એન્ટીજન ટેસ્ટ માટે બે કેમ્પ કરાશે શરૂ: નીતિન પટેલ