શોધખોળ કરો

Republic Day 2024: UPની ઝાંખીમાં જોવા મળ્યા ભગવાન રામ, ધોરડોની ઝાંખી બની આકર્ષણનું કેન્દ્ર

India 75th Republic Day Live Updates:આ વર્ષે લગભગ 13 હજાર વિશેષ મહેમાનોને પરેડમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે

LIVE

Key Events
Republic Day 2024: UPની ઝાંખીમાં જોવા મળ્યા ભગવાન રામ,  ધોરડોની ઝાંખી બની આકર્ષણનું કેન્દ્ર

Background

India 75th Republic Day Live Updates:  સમગ્ર દેશ આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે.આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવશે. આ પછી કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપશે. કર્તવ્ય પથ પરની પરેડ પણ આ વખતે ખાસ રહેશે. અત્યાર સુધી પરેડ હંમેશા મિલિટરી બેન્ડ સાથે શરૂ થતી હતી, પરંતુ આ વખતે દેશભરમાંથી 100 મહિલા સાંસ્કૃતિક કલાકારો પરંપરાગત વાદ્યો સાથે પરેડની શરૂઆત કરશે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા જયપુરથી નવી દિલ્હી પહોંચ્યા છે. એરપોર્ટ પર વિદેશ મંત્રી એસ જયશંકરે તેમનું સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે મેક્રોન બે દિવસની ભારત મુલાકાતે આવ્યા છે.

13,000 વિશેષ મહેમાનોને આમંત્રણ

આ વર્ષે લગભગ 13 હજાર વિશેષ મહેમાનોને પરેડમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ એવા લોકો છે જેમણે સરકારની લગભગ 30 મોટી યોજનાઓનો લાભ લીધો છે. આ ઉપરાંત પેટન્ટ મેળવનાર નિષ્ણાતો, ઈસરોના મહિલા વૈજ્ઞાનિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, ખેડૂતો અને આદિવાસી સમુદાયના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય તમામ ક્ષેત્રના લોકોને જનભાગીદારીના સરકારના વિઝનને અનુરૂપ રાષ્ટ્રીય ઉજવણીમાં ભાગ લેવાની તક પૂરી પાડવાનો છે. કર્તવ્ય પથ પર પરેડ નિહાળવા માટે 77 હજાર બેઠકોની ક્ષમતા છે. જેમાંથી સામાન્ય જનતા માટે 42 હજાર સીટો ટિકિટ દ્વારા બુક કરવામાં આવી છે.            

પ્રથમ વખત મહિલાઓની ત્રણેય સેવાઓની ટુકડીઓ સામેલ થશે

સશસ્ત્ર દળ પરેડમાં મિસાઇલો, ડ્રોન જામર, સર્વેલન્સ સિસ્ટમ્સ, વાહન-માઉન્ટેડ મોર્ટાર અને BMP-II પાયદળ લડાયક વાહનો જેવા સ્વદેશી શસ્ત્રો અને લશ્કરી સાધનોની શ્રેણી પ્રદર્શિત કરશે. સૌપ્રથમ વખત તમામ મહિલાઓની ત્રિ-સેવા ટુકડી (જમીન, પાણી અને હવા) દેશની સૌથી મોટી ઇવેન્ટનો ભાગ હશે. લેફ્ટનન્ટ દીપ્તિ રાણા અને પ્રિયંકા સેવદા, જેઓ ગયા વર્ષે પ્રથમ વખત આર્ટિલરી રેજિમેન્ટમાં કમિશન કરાયેલી 10 મહિલા અધિકારીઓમાં સામેલ છે, તેઓ પરેડમાં સ્વાતિ વેપન ડિટેક્શન રડાર અને પિનાક રોકેટ સિસ્ટમનું નેતૃત્વ કરશે. આ પણ એક ઐતિહાસિક ક્ષણ હશે.                     

12:18 PM (IST)  •  26 Jan 2024

Republic Day 2024: ગુજરાતની ઝાંખી પણ જોવા મળી

પરેડમાં ગુજરાતનો ટેબ્લો પણ જોવા મળ્યો હતો. આ ટેબ્લોની થીમ છે- 'ધોરડો. તે ગુજરાતના પ્રવાસન વિકાસનું વૈશ્વિક પ્રતીક છે.

12:15 PM (IST)  •  26 Jan 2024

ઉત્તર પ્રદેશની ઝાંખીની થીમ હતી અયોધ્યા

ઉત્તર પ્રદેશની ઝાંખી કર્તવ્ય પથ પર રજૂ કરાઇ હતી. આ ટેબ્લોની થીમ અયોધ્યાઃ વિકસિત ભારત, સમૃદ્ધ વારસો હતી. યુપીની ઝાંખી સાથે અયોધ્યાના રામ મંદિર અને રામલલાના ગીતો વગાડવામાં આવ્યા હતા. ટેબ્લોના આગળના ભાગમાં રામલલાની પ્રતિમા બતાવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશની ઝાંખીની પાછળ તેલંગણાની ઝાંખી આવી રહી છે, જેની થીમ – પાયાના સ્તરે લોકશાહી – તેલંગાણાના સ્વાતંત્ર્ય સેનાનીઓનો વારસો

12:14 PM (IST)  •  26 Jan 2024

આંધ્રપ્રદેશ, લદ્દાખ, તમિલનાડુ પછી ગુજરાતની ઝાંખી 

હવે આંધ્ર પ્રદેશની ઝાંખી પસાર થઈ રહી છે, જેની થીમ હતી 'આંધ્ર પ્રદેશમાં શાળા શિક્ષણમાં પરિવર્તન કરીને વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા'. તેની પાછળ લદ્દાખ, તમિલનાડુ અને ગુજરાતની ઝાંખીઓ છે. તેમની પાછળ મેઘાલય અને ઝારખંડની ઝાંખીઓ છે.

12:13 PM (IST)  •  26 Jan 2024

રાજસ્થાન પછી મહારાષ્ટ્રની ઝાંખી 

હવે રાજસ્થાનની ઝાંખી પસાર થઈ રહી છે, જેની થીમ 'વિકસિત ભારતમાં પધારો મ્હારે દેશ’ હતી. આ ઝાંખીમાં રાજસ્થાનની સંસ્કૃતિ દર્શાવવામાં આવી હતી. આની પાછળ મહારાષ્ટ્રની ઝાંખી છે, જેની થીમ ‘છત્રપતિ શિવાજી મહારાજ’ છે, જે ભારતીય લોકશાહીના પ્રેરણાસ્ત્રોત છે. મહારાષ્ટ્રની ઝાંખી જોઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઉભા થઈ ગયા અને તાળીઓ પાડી હતી. 

12:12 PM (IST)  •  26 Jan 2024

અરુણાચલ પછી હરિયાણા અને મણિપુરની ઝાંખી

અરુણાચલ પ્રદેશ પછી હરિયાણાની ઝાંખી હતી, જેની થીમ મેરા પરિવાર મેરી પહેચાન હતી. તેની પાછળ, મણિપુરની ઝાંખી હતી. 
અરુણાચલ પ્રદેશના ટેબ્લોથી શરૂઆત થઈ

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget