શોધખોળ કરો

અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ ખરાબ હવામાનના કારણે પાકિસ્તાન પહોંચી ગઈ, અને પછી....

ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E645 પંજાબના અમૃતસર એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ પાકિસ્તાન એરસ્પેસ પર પહોંચી ગઈ હતી. ફ્લાઇટ લગભગ 31 મિનિટ સુધી પાકિસ્તાની એરસ્પેસમાં રહી.

નવી દિલ્હી:  અમૃતસરથી અમદાવાદ આવતી  ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે પાકિસ્તાનના લાહોરમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. ભારતીય હવાઈ ક્ષેત્રમાં પાછા ફરતા પહેલા વિમાન ગુજરાંવાલા સુધી પહોંચી ગયું હતું. આ અંગે એરલાઈન્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. સ્થાનિક મીડિયાએ રવિવારે આ જાણકારી આપી છે.

ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E645 પંજાબના અમૃતસર એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ પાકિસ્તાન એરસ્પેસ પર પહોંચી ગઈ હતી. ફ્લાઇટ લગભગ 31 મિનિટ સુધી પાકિસ્તાની એરસ્પેસમાં રહી અને પછી સુરક્ષિત ભારતીય એરસ્પેસમાં પરત ફરી હતી.  પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ફ્લાઈટ લાહોર નજીક પાકિસ્તાનમાં ભટકી ગઈ અને ગુજરાંવાલા પહોંચી ગઈ હતી.   

વિમાન 7:30 વાગ્યે લાહોરમાં પ્રવેશ્યું હતું

એક અગ્રણી પ્રમુખ  અખબારે તેના અહેવાલમાં જણાવ્યું છે કે 453 સુમુદ્રી મીલની ગ્રાઉન્ડ સ્પીડ સાથે ભારતીય વિમાન શનિવારે સાંજે લગભગ 7.30 વાગ્યે લાહોરમાં પ્રવેશ્યું હતું અને 8.15 વાગ્યે ભારત પરત ફર્યું હતું.

પીઆઈએનું વિમાન પણ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (CAA) ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તે એક સામાન્ય ઘટના છે કારણ કે ખરાબ હવામાનમાં તેને આંતરરાષ્ટ્રીય સ્તરે મંજૂરી આપવામાં આવી હતી. મે મહિનામાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)નું એક વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું અને પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે લગભગ 10 મિનિટ સુધી અહીં રોકાઈ રહ્યું હતું.

પાકિસ્તાનના વિમાનને લેન્ડિંગમાં પણ મુશ્કેલી પડી હતી

ફ્લાઇટ PK-248 4 મેના રોજ મસ્કતથી પરત ફરી રહી હતી અને લાહોરના અલ્લામા ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી. જો કે ભારે વરસાદને કારણે પાયલોટ માટે બોઇંગ 777 એરક્રાફ્ટને લેન્ડ કરવું મુશ્કેલ બન્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનમાં ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને એરપોર્ટ પર  લો વિઝિબિલીટીના કારણે વિલંબ થયો હતો.

ચાર વર્ષ પહેલા પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તેમની એરસ્પેસ બંધ કરી દીધી હતી. ત્યારથી ભારત પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ નથી કરતું. પરંતુ આ સ્થિતિમાં પાકિસ્તાનને તેની એરસ્પેસ આપવી પડી હતી.  ખરાબ હવામાનની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર કોઈપણ દેશ તેમની હવાઈ સ્પેસ આપવાનો ઇનકાર કરી શકે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget