શોધખોળ કરો

લલિત મોદીને ઝટકો, વનુઆતુ સરકાર રદ્દ કરશે પાસપોર્ટ, કહ્યું- અમને આ વ્યક્તિના કારનામાની ખબર ન હતી...

Lalit Modi: વનુઆતુ ડેઇલી પૉસ્ટે સોશિયલ મીડિયા પર લખ્યું, 'આંતરરાષ્ટ્રીય મીડિયામાં તાજેતરના ખુલાસા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે

Lalit Modi: ભારતના ચૂંગાલમાંથી બચવા માટે ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદીએ વનુઆતુ નાગરિકતા મેળવી હતી. જોકે, હવે આ મામલે પણ લલિત મોદીને મોટો ઝટકો લાગ્યો છે. ત્યાંના વડાપ્રધાન જોથમ નાપટે નાગરિકતા આયોગને લલિત મોદીને આપવામાં આવેલ પાસપોર્ટ રદ્દ કરવાનો નિર્દેશ આપ્યો છે.

દૈનિક અખબાર વાનુઆતુ ડેઇલી પોસ્ટે તેની ફેસબુક પૉસ્ટમાં આ સંબંધિત માહિતી આપી હતી. રિપોર્ટ અનુસાર, લલિત મોદીનો વાનુઆતુ પાસપોર્ટ રદ કરાવવામાં ન્યૂઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર નીતા ભૂષણે, કેટલાક અન્ય ટાપુ દેશો સાથે મળીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ કારણે ભરવામાં આવ્યું પગલું - 
વનુઆતુ ડેઇલી પૉસ્ટે સોશિયલ મીડિયા પર લખ્યું, 'આંતરરાષ્ટ્રીય મીડિયામાં તાજેતરના ખુલાસા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાકીની માહિતી હું આવતીકાલના અખબારમાં આપીશ.' આ વખતે તેણે વધારે માહિતી શેર કરી નથી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે વનુઆતુને પાછળથી ખબર પડી કે લલિત મોદી એક ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

7 માર્ચે ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા માટે કરવામાં આવી હતી અરજી 
લલિત મોદીએ 7 માર્ચે પોતાનો ભારતીય પાસપોર્ટ પરત કરવા માટે અરજી કરી હતી અને બાદમાં વિદેશ મંત્રાલયે પણ તેની પુષ્ટિ કરી હતી. લલિત મોદી 2010 માં ભારત છોડીને લંડનમાં રહે છે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, 'તેમણે લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવવા માટે અરજી કરી છે.'

તેમણે વધુમાં કહ્યું, 'આની તપાસ હાલના નિયમો હેઠળ કરવામાં આવશે.' અમને એમ પણ કહેવામાં આવ્યું છે કે તેણે વનુઆતુ નાગરિકતા મેળવી લીધી છે. અમે કાયદાની સંપૂર્ણ હદ સુધી તેમની સામે કેસ ચાલુ રાખીશું. ઉલ્લેખનીય છે કે લલિત મોદી પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ઉપાધ્યક્ષ રહીને છેતરપિંડી, મની લોન્ડરિંગ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999 (FEMA) ના ઉલ્લંઘનનો આરોપ છે.

આ પણ વાંચો

ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ ભારતને મળ્યા 20 કરોડ રૂપિયા, કોણ આપશે આ રકમ, ICC કે પાકિસ્તાન?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bhupesh Baghel: છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેલ બઘેલના ઘરે EDના દરોડા, 14 લોકેશન પર ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન

ચિકન ખાનારા થઇ જાવ સાવધાન, બર્ડ ફ્લૂને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ

'રેપ સાબિત કરવા માટે પ્રાઇવેટ પાર્ટ પર ઇજા જરૂરી નથી', સુપ્રીમ કોર્ટે 40 વર્ષ જૂના કેસમાં આપ્યો ચુકાદો

આ ત્રણ ટીમોએ બનાવી WPL પ્લેઓફમાં સ્થાન, RCB બહાર, હવે દિલ્હી-મુંબઇ વચ્ચે ડાયરેક્ટ ફાઇનલની રેસ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Hostel Ragging Case : પચ્છમ કુમાર છાત્રાલાયમાં વિદ્યાર્થી સાથે રેગિંગ, વિદ્યાર્થીએ કર્યો મોટો ધડાકોHun To Bolish : હું તો બોલીશ : આવા ગુંડા બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : સમાજની રાજનીતિIndia win Champions Trophy 2025: ન્યૂઝીલેન્ડને હરાવી ટીમ ઈંડિયા બન્યું ચેમ્પિયન | abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhupesh Baghel: છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેલ બઘેલના ઘરે EDના દરોડા, 14 લોકેશન પર ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
Bhupesh Baghel: છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેલ બઘેલના ઘરે EDના દરોડા, 14 લોકેશન પર ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
ચિકન ખાનારા થઇ જાવ સાવધાન, બર્ડ ફ્લૂને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ
ચિકન ખાનારા થઇ જાવ સાવધાન, બર્ડ ફ્લૂને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ
'રેપ સાબિત કરવા માટે પ્રાઇવેટ પાર્ટ પર ઇજા જરૂરી નથી', સુપ્રીમ કોર્ટે 40 વર્ષ જૂના કેસમાં આપ્યો ચુકાદો
'રેપ સાબિત કરવા માટે પ્રાઇવેટ પાર્ટ પર ઇજા જરૂરી નથી', સુપ્રીમ કોર્ટે 40 વર્ષ જૂના કેસમાં આપ્યો ચુકાદો
આ ત્રણ ટીમોએ બનાવી WPL પ્લેઓફમાં સ્થાન, RCB બહાર, હવે દિલ્હી-મુંબઇ વચ્ચે ડાયરેક્ટ ફાઇનલની રેસ
આ ત્રણ ટીમોએ બનાવી WPL પ્લેઓફમાં સ્થાન, RCB બહાર, હવે દિલ્હી-મુંબઇ વચ્ચે ડાયરેક્ટ ફાઇનલની રેસ
વાલીઓ પરથી ઘટી શકે છે આર્થિક ભારણ, પાઠ્યપુસ્તકો 45 ટકા સુધી થશે સસ્તા

Budget Session: બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત, વકફ બિલ પર રહેશે નજર

IND VS NZ FINAL: ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીનું જીત્યું ટાઇટલ, ટુનામેન્ટમાં આ ખેલાડીઓએ ફટકાર્યા સૌથી વધુ રન

IND vs NZ: ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલે રચ્યો ઈતિહાસ, ઓનલાઇન વ્યુઅરશિપ 90 કરોડ પહોચી, તોડ્યા તમામ રેકોર્ડ

Embed widget