VIDEO: જેલમાંથી બહાર આવેલા લાલૂ પ્રસાદનો અલગ અંદાજ, ગ્રાઉન્ડમાં જઇને આ રમત રમીને બધાંને ચોંકાવ્યા, જુઓ.........
તેજસ્વી યાદવે વીડિયોની સાથે પૉસ્ટમાં લખેલી લાઇનથી સ્પષ્ટ થાય છે કે તે વિરોધીઓને શું સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે
Lalu Prasad Yadav VIDEO: આગામી વર્ષમાં લોકસભા ચૂંટણી આવી રહી છે, લોકસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો અને તેમના નેતાઓ એક્ટિવ મૉડમાં આવી ગયા છે, પરંતુ આ બધાની વચ્ચે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ Lalu Prasad Yadav) એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા છે. લાલુ પ્રસાદ યાદવ હંમેશા પોતાની અલગ શૈલી અને અલગ-અલગ નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. લાલુ પ્રસાદ યાદવ પણ પુરેપુરા ફિઝિકલી ફિટ થયા નથી. પરંતુ હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે (Tejashwi Yadav) ઈન્સ્ટાગ્રામ પર પિતા લાલુ પ્રસાદ યાદવનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ બેડમિન્ટન રમતા જોવા મળી રહ્યા છે. રમતની સાથે તેમને હસતો ચહેરો પણ જોવા મળી રહ્યો છે.
તેજસ્વી યાદવે શુક્રવારે (28 જુલાઈ) આ વીડિયો પૉસ્ટ કર્યો હતો. વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક જૂનું ગીત 'ઢલ ગયા દિન, હો ગઈ શામ, જાને દો...' વાગી રહ્યું છે. વીડિયોમાં લાલુ પ્રસાદ યાદવ બેડમિન્ટન ગ્રાઉન્ડ (કૉર્ટમાં) આરામથી બેડમિન્ટન રમતા દેખાઇ રહ્યાં છે. પિતા લાલુનો વીડિયો પૉસ્ટ કરતા તેજસ્વી યાદવે કહ્યું- "ડરવાનું શીખ્યું નથી, નમવાનું નથી, લડ્યો છું, હું લડીશું, જેલથી નથી ડરવાનું અને અંતે જીતીશ."
View this post on Instagram
વિરોધીઓએ તેજસ્વી યાદવે આપ્યો મેસેજ ?
તેજસ્વી યાદવે વીડિયોની સાથે પૉસ્ટમાં લખેલી લાઇનથી સ્પષ્ટ થાય છે કે તે વિરોધીઓને શું સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, લાલુ પરિવાર વિરુદ્ધ સીબીઆઈથી લઈને ઈડી સુધી કેસ ચાલી રહ્યા છે. લાલુ અને તેમનો પરિવાર સતત કહી રહ્યો છે કે કેન્દ્રની ભાજપ સરકાર બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરીને તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. હવે તેજસ્વીએ સ્પષ્ટ કહ્યું છે કે કેન્દ્ર સરકાર ગમે તે રણનીતિ અપનાવે, પરંતુ લાલુ અને તેમનો પરિવાર ડરતો નથી. અંતે જીત તેમની જ થવાની છે.
થોડા મહિનાઓ પહેલા અસ્વસ્થ હોવા છતાં પણ લાલુ પ્રસાદ યાદવ જીપ ચલાવતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સિંગાપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ લાલુની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. જોકે તે હજુ સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. જેમ જેમ સુધારો થઈ રહ્યો છે તેમ તેમ તેઓ સક્રિય રાજકારણમાં સક્રિય થતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં હાજરી આપી હતી. આ પછી, તેમણે બેંગલુરુંમાં આયોજિત બીજા તબક્કાની બેઠકમાં પણ ભાગ લીધો હતો.