(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra: CM એકનાથ શિંદેને મળી જાનથી મારી નાખવાની ધમકી, ગૃહમંત્રીએ સુરક્ષા વધારવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યપ્રધાન એકનાથ શિંદે (CM Eknath Shinde)ને રવિવારે (2 ઑક્ટોબર)ના રોજ જાનથી મારી નાખવાની ધમકી(Threats)ઓ મળી હતી.
Maharashtra: મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યપ્રધાન એકનાથ શિંદે (CM Eknath Shinde)ને રવિવારે (2 ઑક્ટોબર)ના રોજ જાનથી મારી નાખવાની ધમકી(Threats)ઓ મળી હતી, ત્યારબાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન (Deputy CM) અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) પોલીસ મહાનિર્દેશકને ફોન કરી સુરક્ષા વધારવા માટે સૂચનાઓ આપી છે. તે જ સમયે, ડેપ્યુટી સીએમએ કહ્યું કે ડીજીપી અને ઇન્ટેલિજન્સ વિભાગ(Intelligence Department)ના વડાને પણ સીએમને મળી રહેલી સતત ધમકીઓના સ્ત્રોત શોધવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હકીકતમાં, ગુપ્તચર વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આત્મઘાતી વિસ્ફોટ દ્વારા મુખ્યમંત્રી એકનાથ શિંદેની હત્યા કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તે જ સમયે, એક મહિના પહેલા, સીએમ એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મંત્રાલયમાં તેમની ઓફિસમાં આવ્યો હતો. આ સાથે તેમની ઓફિસમાં ફોન પર પણ આવી ધમકીઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેને પહેલા જ માઓવાદીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
શિવસેનાના ઘણા કાર્યકરો શિંદે જૂથમાં જોડાયા
બીજી તરફ, મુંબઈના વરલી વિસ્તારમાંથી શિવસેનાના મોટી સંખ્યામાં કાર્યકરો રવિવારે (2 ઓક્ટોબર) ના રોજ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના પક્ષના જૂથમાં જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ અઠવાડિયાની શરૂઆતમાં શિંદેની આગેવાની હેઠળના જૂથે યુવા સેના, પાર્ટીની યુવા પાંખની કાર્યકારી સમિતિના સભ્યોની નિમણૂક કરી હતી અને મોટાભાગના નવા હોદ્દેદારો બળવાખોર ધારાસભ્યોના સંબંધીઓ છે.
શિંદે જૂથ સાથે આ કાર્યકરો
એકનાથ શિંદે (CM Eknath Shinde)એ સમાધાન સર્વકર (Samadhan Sarvankar), રાજ કુલકર્ણી, રાજ સુર્વે (Raj Surve)અને પ્રયાગ લાંડેને યુવા સેનાના મુંબઈ એકમના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા. તેમાંથી, સર્વકર મુંબઈ નગર નિકાયના ભૂતપૂર્વ કાઉન્સિલર છે અને માહિમના ધારાસભ્ય સદા સર્વકરના પુત્ર છે, જે શિંદેની આગેવાની હેઠળની બળવાખોર છાવણીના અગ્રણી સભ્ય છે. સુર્વે મગાથાણેના ધારાસભ્ય પ્રકાશ સુર્વેના પુત્ર છે, જ્યારે લાંડે ચાંદીવલીના ધારાસભ્ય દિલીપ લાંડેના પુત્ર છે. તમને જણાવી દઈએ કે પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે (Aaditya Thackeray),જે પાર્ટીના બીજા જૂથના વડા છે અને યુવા સેના(Yuva Sena)નું નેતૃત્વ કરે છે.