શોધખોળ કરો

આ નંબર પર SMS મોકલીને માત્ર 15 સેકન્ડમાં મળી જશે મતદાન કાપલી

લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, હવે ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે (7 મે)ના રોજ થશે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 25 બેઠકો પર મતદાન થશે.

Lok Sabha Election 2024: ચૂંટણી પંચે મતદાનના દિવસે ઘરે બેઠા માત્ર એક SMS દ્વારા વોટ સ્લિપ મેળવવાની સુવિધા શરૂ કરી છે. હવે કોઈપણ મતદાર મતદાનના દિવસે ઘરે બેસીને તેના મોબાઈલ ફોન પરથી SMS મોકલીને વોટ સ્લિપ મેળવી શકશે.

તેમણે કહ્યું કે વોટ સ્લિપ મેળવવા માટે મતદારે તેના મોબાઈલના મેસેજ બોક્સમાં જઈને ECI <space> (તમારો મતદાર આઈડી નંબર) દાખલ કરવો પડશે અને 1950 નંબર પર SMS મોકલવો પડશે. ઉદાહરણ તરીકે ECI SWD3456789 પર 1950 પર SMS કરો. SMS મોકલ્યાની માત્ર 15 સેકન્ડમાં વોટ સ્લિપ મળી જશે. ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા માટે લેવાયેલ ખૂબ જ પ્રશંસનીય પગલું છે.

લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, હવે ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે (7 મે)ના રોજ થશે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 25 બેઠકો પર મતદાન થશે. આ સિવાય કર્ણાટકની 14 અને ઉત્તર પ્રદેશની 10 સીટો પર મતદાન થશે. નોંધનિય છે કે, અત્યાર સુધી દેશમાં 190 લોકસભા સીટો પર મતદાન થઈ ચૂક્યું છે. ત્રીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થવાનું છે. ચાલો જાણીએ કે, વોટિંગ કયા સમયે શરૂ થશે અને ક્યાં અને શું વ્યવસ્થા છે.

વાસ્તવમાં, 12 રાજ્યોની 93 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. ગુજરાત (25 બેઠકો), ઉત્તર પ્રદેશ (10), મહારાષ્ટ્ર (11), આસામ (4), બિહાર (5), છત્તીસગઢ (7), ગોવા (2), કર્ણાટક (14), મધ્યપ્રદેશ (8), પશ્ચિમ મતદાન બંગાળ (4), દાદરા-નગર હવેલી અને દમણ અને દીવની 1-1 બેઠકો પર ચૂંટણી યોજાશે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગુજરાતની 26 બેઠકો પૈકી એક બેઠક પર ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. જેના કારણે ગુજરાતમાં માત્ર 25 બેઠકો પર જ મતદાન થશે.

શું છે વ્યવસ્થા?

ત્રીજા તબક્કા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદાન પક્ષોને મતદાન મથકો પર મોકલી દેવામાં આવ્યા છે. તેમજ મતદાન મથકના દરેક ખૂણે-ખૂણે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવામાં આવી છે. આ ઉપરાંત જે લોકસભા સીટો પર મતદાન થશે ત્યાં શાળાઓ અને કોલેજો બંધ રહેશે. આ ઉપરાંત સરકારી કચેરીઓ પણ બંધ રહેશે.

મતદાન કાપલી ન હોય તો આ ડોક્યુમેન્ટ પણ માન્ય છે

  1. ફોટો સાથેનું મતદાર આઈડી કાર્ડ
  2. આધાર કાર્ડ
  3. પાન કાર્ડ
  4. દિવ્યાંગ યુનિક આઈડી કાર્ડ
  5. ડ્રાઈવિંગ લાયસન્સ
  6. મનરેગા જોબ કાર્ડ
  7. પેન્શન દસ્તાવેજ (ફોટો સાથે)
  8. પાસપોર્ટ
  9. પાસબુક (ફોટો સાથે બેંક/પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરાયેલ)
  10. ફોટો સાથે સેવા ઓળખ કાર્ડ (કેન્દ્ર/રાજ્ય સરકાર/જાહેર ઉપક્રમ/ પબ્લિક લિમિટેડ કંપનીઓ)
  11. સાંસદો અને ધારાસભ્યોને જારી કરાયેલ સત્તાવાર ઓળખ કાર્ડ
  12. NPR હેઠળ RGI દ્વારા જારી કરાયેલ સ્માર્ટ કાર્ડ
  13. આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ (શ્રમ મંત્રાલયની યોજના હેઠળ જારી કરાયેલ) અને નીચેના દસ્તાવેજોમાંથી કોઈપણ એક બતાવીને મત આપી શકે છે. તેમણે તમામ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા અનુરોધ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
Embed widget