UP Elections: ચૂંટણી અગાઉ અખિલેશ યાદવની મોટી જાહેરાત, જો તેમની સરકાર બનશે તો આટલા યુનિટ મફત વિજળી આપશે
દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને આડે હજુ બે મહિના બાકી છે. એવામાં તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે
UP Elections 2022: દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને આડે હજુ બે મહિના બાકી છે. એવામાં તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. તે સિવાય લોકોને લલચાવવા માટે મોટી મોટી જાહેરાત કરવામાં આવી રહી છે. આજે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ જાહેરાત કરી છે કે તેમની સરકાર બનવા પર રાજ્યની પ્રજાને 300 યુનિટ્સ સુધીની વિજળી મફતમાં આપવામાં આવશે.
સમાજવાદી પાર્ટીએ ટ્વિટર પર લખ્યું કે સ્થાનિક વિજળી ગ્રાહકોને 300 યુનિટ વિજળી સમાજવાદી સરકાર મફતમાં આપશે. તે સિવાય પાર્ટી તરફથી જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને સિંચાઇ માટે મફતમાં વિજળી મળશે.
नव वर्ष की हार्दिक बधाई व शुभकामना!
— Akhilesh Yadav (@yadavakhilesh) January 1, 2022
अब बाइस में ‘न्यू यूपी’ में नयी रोशनी से नया साल होगा
300 यूनिट घरेलू बिजली फ़्री व सिंचाई बिल माफ़ होगा
नव वर्ष सबको अमन-चैन, ख़ुशहाली दे। सपा सरकार आयेगी और 300 यूनिट फ़्री घरेलू बिजली व सिंचाई की बिजली मुफ़्त दिलवाएगी। #बाइस_में_बाइसिकल pic.twitter.com/8RadolTql5
અખિલેશ યાદવે ટ્વિટમાં કહ્યું કે નવા વર્ષની હાર્દિક અભિનંદન અને શુભકામના. હવે 2022માં ‘ન્યૂ યુપી’માં નવી રોશનીથી નવું વર્ષ હશે. લોકોને 300 યુનિટ વિજળી ફી અને સિંચાઇ બિલ માફ થશે. નવું વર્ષ તમામ માટે ખુશી લાવે. સમાજવાદી સરકાર આવશે તો સ્થાનિકોને 300 યુનિટ વિજળી અને સિંચાઇની વિજળી મફતમાં મળશે.
નોંધનીય છે કે અખિલેશ યાદવની આ જાહેરાત બાદ ગ્રામીણોને સરેરાશ 1200 રૂપિયા અને શહેરી ગ્રાહકોને સરેરાશ 1700 રૂપિયાનો દર મહિને ફાયદો થશે. આ અગાઉ સમાજવાદી પાર્ટીએ ટ્વિટ કરી દુર્ઘટનામાં માર્યા ગયેલા સાઇકલ સવારોને 5-5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. પાર્ટીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે સાઇકલ સવારોનું અકસ્માતમાં મોત થાય છે તેના પર એસપી સરકાર પાંચ લાખ રૂપિયાનું વળતર આપશે. હવે સમાજવાદી પાર્ટીએ મફતમાં વિજળી આપવાનું વચન આપ્યું છે.
Low Price Sunroof Cars: આ છે સનરૂફવાળી સસ્તી કાર્સ, તમારા માટે હોઇ શક છે બેસ્ટ ઓપ્શન
New Year 2022: નવા વર્ષમાં શનાયા કપૂર સહિતના આ સ્ટાર કિડસ કરશે બોલિવૂડમાં ડેબ્યૂ