શોધખોળ કરો

Mehsana : દીકરી માટે છોકરો જોવા ગયેલા પરિવારને નડ્યો અકસ્માત, માતા સહિત બેનાં મોતથી અરેરાટી

નંદાસણ પાસે સામેથી આવી રહેલી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. એક કારનું ટાયર ફાટતા બીજી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. બુડાસણ ગામના પરિવારને નંદાસણ પાસે અકસ્માત નડ્યો હતો.

મહેસાણાઃ વિસનગરમાં દીકરી માટે છોકરો જોવા ગયેલા પરિવારને અકસ્માત નડ્યો હતો.  માતા સહિત બેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. નંદાસણ પાસે સામેથી આવી રહેલી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. એક કારનું ટાયર ફાટતા બીજી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. બુડાસણ ગામના પરિવારને નંદાસણ પાસે અકસ્માત નડ્યો હતો. કારના ડ્રાઈવર સહિત બે લોકોના મોત થયા છે. બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઈને પરત ફરી રહ્યો હતો ત્યારે બનાવ બન્યો હતો. 
 
અન્ય એક અકસ્માતની વાત કરીએ તો પશ્ચિમ કચ્છના ધાણેટી પાસે અકસ્માતમાં બન્ને ચાલકના મોત નીપજ્યા છે. ટ્રક અને ડમ્પર ચાલકના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આગ લાગવાના કારણે બન્ને ડ્રાઇવર સળગીને ભડથું થઈ ગયા. ગત મોડી રાત્રે ભુજ-ભચાઉ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. 
 
આ સિવાય, વડોદરામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતા કારચાલકે સાયકલ સવારને અડફેટે લીધો હતો. અલકાપુરી વિન્ડસર પ્લાઝા પાસે અકસ્માત થયો હતો. કાર ચાલક ગજેન્દ્ર ગોસ્વામીએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત થયો. અકસ્માત બાદ કાર ડીવાઈડર તોડી રોંગ સાઈડ પલટી મારી હતી. રેસ્ટોરન્ટમાં નોકરી પૂરી કરી ઘરે પરત ફરતાં દલપત બારીયા અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. કારચાલક નશો કરેલી હાલતમાં હોવાનો લોકોનો આક્ષેપ. ગોત્રી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

Surat : યુવકે સાળી સાથે વારંવાર શરીરસુખ માણીને બનાવી દીધી ગર્ભવતી ને પછી તો.....

સુરતઃ શહેરના ભેસ્તાનમાં નવજાત બાળકીને ત્યજી દેવાનો ભેદ પાંડેસરા પોલીસે ઉકેલી નાંખ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે કેસ ઉકેલી નાંખ્યો છે. પાંડેસરામાં આડા સંબંધમાં બાળકીનો જન્મ થતાં કચરામાં ફેંકી દેવાઈ હતી. નિષ્ઠુર માતાની પણ ઓળખ થઈ છે. સાળી ગર્ભવતી થતાં બનેવી તેને બિહારથી લાવી સચિન GIDCમાં રહેતો હતો.

પાંડેસરામાં નવજાત બાળકીને જન્મ આપી પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ત્યજી દીધી હતી. સીસીટીવીના આધારે બાઇક નંબર મેળવી આરોપીઓ સુધી પહોંચી પાંડેસરા પોલીસે ગુનો ઉકેલી નાખ્યો છે. જન્મ આપનારી માતાના સગા બનેવી સાથે અનૈતિક સંબંધ હતા. બિહાર ખાતે રહેતા 21 વર્ષીય રજનીશને સાળી સાથે આડા સંબધથી તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી. 

આડાસંબંધોની પોલ ખૂલી ન જાય તે માટે સાળીને બિહારથી સુરત લાવી સચીન જીઆઈડીસીમાં એક મિત્રને ત્યાં સા‌ળી સાથે રહેતો હતો. સા‌ળીની ડિલિવરી કરાવવા માટે પહેલા ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયો હતો. જો કે ત્યાં સાળીને પરિવારની ડિટેઇલ્સો પૂછાતા બન્ને ત્યાંથી નીકળી ગયા હતા. પછી સાળીની રસ્તામાં ડિલિવરી થઈ અને બાળકીને જન્મ આપ્યો હતો. આ પછી યુવકે બાળકીને પ્લાસ્ટીકની થેલીમાં નાંખી પાંડેસરામાં કચરાના ઢગલામાં મુકી દીધો હતો. પહેલા સાળીએ મેડિકલ તપાસ માટે ન પાડી હતી પણ આખરે ભાંડો ફુટી ગયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget