શોધખોળ કરો

RainFall: મહેસાણાના બહુચરાજીમાં ભારે વરસાદ, ખેતરો નદી બન્યા, ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી...

Mehsana RainFall: ગુજરાતમાંમા ચોમાસુ બરાબર જામ્યુ છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદી તબાહીની દ્રશ્યો પણ સામે આવ્યા છે

Mehsana RainFall: ગુજરાતમાંમા ચોમાસુ બરાબર જામ્યુ છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદી તબાહીની દ્રશ્યો પણ સામે આવ્યા છે. તાજા અપડેટ પ્રમાણે, મહેસાણા જિલ્લામાં છેલ્લા એક-બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આજે બહુચરાજી તાલુકામાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. 

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવવાનું શરૂ કર્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં હજુપણ ભારે વરસાદ ખાબકી શકે છે. તાજા અપડેટ પ્રમાણે મહેસાણા જિલ્લા અને શહેરમાં ભારે વરસાદ આજે સવારથી જ શરૂ થયો છે, જેમાં જિલ્લામાં સૌથી વધુ બહુચરાજી તાલુકામાં વરસાદ ખાબક્યો છે. આજે સવારથી જ બહુચરાજી તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ ધોધમાર વરસાદથી ઘરો અને ખેતરોમાં પાણી ભરાયા છે. તાલુકાના સંખલપુર, સાપાવાડા, સુરપુરામાં ભારે વરસાદ ખાબક્યો છે, આ ઉપરાંત વેણપુરા, આદીવાળા, કાલરી અને ગણેશપુરા સહિતના ગામોમાં ભારે વરસાદથી ખેતરો પાણી-પાણી થયા છે. 

અંબાલાલ પટેલે શું વ્યક્ત કર્યુ અનુમાન

17થી 24 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે.  ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે તો દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે.ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં 23.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં સિઝનનો 30.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  તો કચ્છમાં અત્યાર સુધીમાં 6.87 ટકા વરસાદ વરસ્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 27.08 ટકા વરસાદ વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 16.32 અને મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 15.15 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.

દેશના રાજ્યોમાં વરસાદનું તાંડવ

દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો દેશના કેટલાક રાજ્યોમાં આજે ભારેથી અતિભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. મધ્ય પ્રદેશ, યુપી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં  ભારે વરસાદનું અનુમાન છે.મૂશળધાર વરસાદથી ઉત્તરાખંડ પાણી પાણી થયું છે.  અનેક વિસ્તારમાં અસંખ્ય લોકોના ઘર પૂરના પાણીમાં ગરકાવ થઇ ગયા.  કેટલાક વિસ્તારોમાં લોકો ઘરની છત પર શરણ લેવા જવુ પડી રહ્યું છે  તો ચારેય તરફ જળબંબાકારથી જનજીવન પ્રભાવિત થયું છે.

ઉત્તરાખંડના પહાડો પર થતા ધોધમાર વરસાદથી શારદા નદીનું જળસ્તર વધ્યું છે. બનબસા શારદા બેરેજમાંથી મોટી માત્રામાં  નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.મૂશળધાર વરસાદથી અસમમાં તબાહી  સર્જાઇ છે. પૂર અને વરસાદી આફતમાં વધુ સાત સહિત અત્યાર સુધીમાં કુલ 79 લોકોના મોત નિપજ્યા છે.  પૂરને લીધે કેટલાક જિલ્લા હજુ પણ પ્રભાવિત છે સુરક્ષાને ધ્યાને રાખીને કેટલાક ગામડા ખાલી  કરાયા છે.સતત વરસી રહેલા વરસાદથી યુપીના પીલીભીતમાં શારદા અને દેવહા નદીનું જળસ્તર વધ્યું છે.. નદીકાંઠાના 12થી વધુ ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.  રસ્તાઓ, ખેતરો અને લોકોના ઘરોમાં નદીના પાણીએ સામ્રાજ્ય જમાવ્યું છે.મુસીબત બનીને ધોધમાર વરસાદ વરસતા પીલીભીતમાં જનજીવન પ્રભાવિત થયું છે.  ડીએમ આવાસ અને ઓફિસર્સ કોલોનીમાંપૂરના પાણી ઘુસ્યા છે. અધિકારીઓએ આવાસ ખાલી કરીને હોટલોમાં શરણ લીધી છે.  તો રોડ પર નદીઓ વહેતી હોય તેવા  દ્રશ્યો સર્જાયા  છે.  કેટલાક વાહનો પાણીમાં ડુબી ગયા છે..

બુલંદશહેરમાં ભારે વરસાદથી ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ છે. રસ્તા પરથી પસાર થતી સ્કૂલ બસ વરસાદી પાણીમાં ફસાઇ છે.  જળબંબાકાર વચ્ચે ફસાતા સ્કૂલના બાળકોએ  મદદની ગુહાર લગાવી છે.બલરામપુરમાં  રાપ્તી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રાપ્તી નદીનું જળસ્તર વધતા નદીકાંઠાના કેટલાક ગામડાઓમાં પાણી ઘુસ્યા છે. ખેતરો અને ઘર બેટમાં ફેરવાઇ ગયા છે.યુપીના બલિયામાં સરયુ નદીનું જળસ્તર વધતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ગોપાલનગર ટાંડી ગામમાં નદીના પાણી ફરી વળ્યાં છે.  પાકા મકાનો તોડીને લોકો સુરક્ષિત સ્થળ પર જવા  મજબુર બન્યાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપBharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુંAhmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યોSatadhar Controversy : સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ પર આરોપના અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
Embed widget