સુરત AAPમા ભંગાણના એંધાણ, આપના કોર્પોરેટર વિપુલ મોવલિયાને પાર્ટીએ આપી નોટિસ
સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાવાના એંધાણ છે. આપના કોર્પોરેટર વિપુલ મોવલિયાને પાર્ટીએ નોટિસ આપી હતી.
સુરતઃ સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાવાના એંધાણ છે. આપના કોર્પોરેટર વિપુલ મોવલિયાને પાર્ટીએ નોટિસ આપી હતી. પાર્ટીમાંથી કાઢી કેમ ન મુકવા તે અંગે ખુલાસો માંગ્યો હતો. વિપુલ મોવલિયા વોર્ડ નંબર 16ના આપના નગરસેવક છે. વિપુલ મોવલિયાને પાર્ટી વિરુદ્ધની કામગીરીની આશંકાએ નોટિસ આપવામાં આવી છે. વિપુલ મોવલિયા પાસે તેઓને કેમ પાર્ટીમાંથી કાઢવામાં ના ન આવે તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે.
વિપુલ મોવલિયા પાટીદાર અગ્રણી બટુક મોવલિયાના સંપર્કમાં હોવાનો આરોપ છે. સૂત્રોના મતે હાલ 4 થી 5 આપના કાઉન્સિલર બટુક મોવલિયાના સંપર્કમાં છે. બટુક મોવલિયા આપમા મોટું ગાબડું પાડે તો નવાઈ નહી. હાર્દિક પટેલ જેલમાં હતો ત્યારે મધ્યસ્થી તરીકે બટુક મોવલિયાએ જવાબદારી નિભાવી હતી. બટુક મોવલિયા પાટીદાર અગ્રણી અને મોટા બિલ્ડર છે.
અમદાવાદ પછી હવે વડોદરા શહેર કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. શહેર કોંગ્રેસના પ્રવકતા, સંગઠન મંત્રી અને જિલ્લા પંચાયતના સભ્યએ ફેસબુક પર કોમેન્ટ કરી છે. કોંગ્રેસ નેતા ભાવિક અમીનની ફેસબુક પોસ્ટ પર કોમેન્ટ કરી હતી. ભાવિક અમીને મૌલીન વૈષ્ણવ છે, ત્યાં સુધી ભાજપ રહેશે તેવી પોસ્ટ કરી હતી. જિલ્લા પંચાયત સભ્ય અર્જુન પઢિયારે મૌલીન વૈષ્ણવ વિરૂદ્ધ કોમેન્ટ કરી હતી.
અર્જુન પઢિયારે લખ્યું, એકદમ સાચી વાત, મૌલીન વૈષ્ણવ કોર્પોરેશનની ચૂંટણી લડી પહેલા જીતી બતાવે, ખાલી નેતાગીરી કરીને શહેરમાં કોંગ્રેસને ખતમ કરી નાખી. શહેર કોંગ્રેસ પ્રવકતા શૈલેષ અમીને વિવાદિત કમેન્ટ કરી. શૈલેષ અમીને લખ્યું, ઠાકુર ને ### કી ફોજ બનાઈ હૈ, કોઈ ઉખાડી લે તેવી તાકાત વાળું છે જ નહિ, હવે માત્ર સપ્લાયર જ રહ્યા છે. જે પણ સાચા કોંગ્રેસીઓ આ જડને મૂળમાંથી ઉખેડી નાખવા તૈયાર હોય તે સન્ની ચૌહાણનો સંપર્ક કરે, તેને નિકાલ કરવાની મુહિમ શરૂ કરી. શહેર કોંગ્રેસના મંત્રી સન્ની ચૌહાણે પણ કરી કમેન્ટ. એની સામે લડવાનો છું, તમે આવશો મારી જોડે - સન્ની ચૌહાણ.