શોધખોળ કરો
વડોદરાઃ 18 વર્ષની બંગાળી છોકરીને યુવકે સોશિયલ મીડિયા પર કર્યું પ્રપોઝ ને યુવતી ગુજરાત તરફ નિકળી પડી, પિતાને પડી ખબર ને........
પશ્ચિમ બંગાળની યુવતી અને વડોદરાનો યુવક સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ પછી બંને વારંવાર વાત કરતા હતા. દરમિયાન યુવકે લગ્નનો પ્રસ્તાવ મુકતા યુવતી ઘરેથી હાવડા અમદાવાદ એક્સપ્રેસમાં બેસીને વડોદરા આવવા નીકળી ગઈ હતી.
![વડોદરાઃ 18 વર્ષની બંગાળી છોકરીને યુવકે સોશિયલ મીડિયા પર કર્યું પ્રપોઝ ને યુવતી ગુજરાત તરફ નિકળી પડી, પિતાને પડી ખબર ને........ Kolkata girl arrived Vadodara for marriage with lover, Railway police caught from train વડોદરાઃ 18 વર્ષની બંગાળી છોકરીને યુવકે સોશિયલ મીડિયા પર કર્યું પ્રપોઝ ને યુવતી ગુજરાત તરફ નિકળી પડી, પિતાને પડી ખબર ને........](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/28163117/couple.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર.
વડોદરાઃ પશ્ચિમ બંગાળની યુવતી અને વડોદરાના યુવકની અનોખી લવ સ્ટોરી સામે આવી છે. આ લવ સ્ટોરી એટલી આગળ વધી ગઈ હતી કે, યુવતી યુવક સાથે લગ્ન કરવા માટે ટ્રેનમાં બેસી ગઈ હતી અને વડોદરા આવી પહોંચી હતી. જોકે, પરિવારે પોલીસની મદદથી વડોદરા રેલવે પોલીસનો સંપર્ક કરતાં યુવતીને ટ્રેનમાંથી શોધી કાઢવામાં આવી હતી. તેને પ્લેન મારફતે અમદાવાદથી કોલકાતા મોકલી આપી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, પશ્ચિમ બંગાળની યુવતી અને વડોદરાનો યુવક સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ પછી બંને વારંવાર વાત કરતા હતા. દરમિયાન યુવકે લગ્નનો પ્રસ્તાવ મુકતા યુવતી ઘરેથી હાવડા અમદાવાદ એક્સપ્રેસમાં બેસીને વડોદરા આવવા નીકળી ગઈ હતી.
જોકે, પરિવારે પોલીસની મદદ લેતા વડોદરા રેલવે પોલીસે પ્લેટફોર્મ પર ટ્રેન પહોંચતા જત કોચમાંથી યુવતીને શોધી કાઢી હતી. આ પછી તેના યુવતીના ફોઇના દીકરાએ વીડિયો કોલથી પરિવાર સાથે વાત કરાવી હતી. તેમજ યુવતીએ સંપૂર્ણ હકિકત જણાવી હતી. તેમજ પરિવાર સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરતા તેને સગાને સુપરત કરી હતી. તેમજ પ્લેન મારફત અમદાવાદથી કોલકાતા મોકલી આપી હતી. યુવતી હેમખેમ પરત ફરતા પરિવારે પણ હાશકારો અનુભવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)