શોધખોળ કરો

વડોદરા શહેરના પોલીસબેડામાં મોટી કાર્યવાહી, કારેલીબાગ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓની કરાઈ બદલી

વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગઇકાલે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, પી.આઈથી લઈને તમામ સ્ટાફની બદલી કરવામાં આવી છે.

ગઇકાલે વડોદરા  શહેર પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી. તપન પરમાર હત્યા કેસ મામલે બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે.

મળતી માહિતી અનુસાર શહેરમાં પૂર્વ નગરસેવક રમેશ પરમારના પુત્રની હત્યા કરવામાં આવી હતી. જે બાદ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા હતા. બાબર નામના કુખ્યાત આરોપીએ તપન પરમાર પર હુમલો કર્યો, જેમાં ગંભીર રીતે ઘાયલ તપન પરમારનું મોત થયું. હવે આ ઘટનાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે, ગઈકાલે કારેલીબાગ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી. PI, PSI સહિત કુલ 17 અધિકારી અને કર્મચારીઓની એક સાથે બદલી કરવામાં આવી હતી. 

કારેલીબાગ પી.આઈ.બલદાણીયા ની મિસિંગ સેલ માં બદલી કરાઇ હતી તેમજ સેકન્ડ PI કે.એસ.માણિયાની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી હતી. સીપી દ્વારા શહેર ના કુલ 12 પી.આઈ ની આંતરિક બદલી ના  આદેશ જાહેર કરવામાં આવ્યા હતા. આખરે કારેલીબાગ પોલીસ મથક ના કુલ 17 અધિકારી અને કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી.  

વડોદરામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડતી જોવા મળી છે. શહેરમાં પૂર્વ નગરસેવક રમેશ પરમારના પુત્રની હત્યા કરાઈ હતી. મહેતાવાડીમાં ઘર્ષણની ઘટનામાં ઘાયલોને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પૂર્વ નગરસેવકના પુત્ર તપન પરમાર પણ પહોંચ્યા હતા. 

અહીં બાબર નામના કુખ્યાત આરોપીએ તપન પરમાર પર હુમલો કર્યો, જેમાં ગંભીર રીતે ઘાયલ તપન પરમારનું મોત થયું હતું. મળતી માહિતી પ્રમાણે તપન પરમારના બે મહિના પછી લગ્ન હતા. પરંતુ કુખ્યાત આરોપીના હુમલામાં તપનનું મોત થઈ જતા પોલીસની કામગીરી સામે રમેશ પરમારે પણ સવાલ ઉઠાવ્યા હતા. આરોપી બાબર પઠારની અટકાત કરીને કાયદેશરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. 

પોલીસે નિવેદન આપ્યું કે, ત્રણ વ્યક્તિ છે, વિક્રમ કરીને અને એના બીજા મિત્રોને અહીંયા એસએસજીમાં લઈને આવેલા હતા. સાથોસાથ બાબર કરીને એક વ્યક્તિ છે, એને પણ ઝગડો થયો હતો. એટલે એને પણ સારવાર માટે અહીંયા લાવેલા હતા અને ત્યારે કાર અહીંયા રાવપુરા એસએસજીમાં ફરી ઝઘડો થયો અને એમાંથી બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી હતી અને હાલમાં એ બાબતે કાર્યવાહી ચાલુ છે અને જે પ્રાથમિક માહિતી છે એના આગળથી જ અમે આગળ કાર્યવાહી હાથ ધરીશું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
Rashifal: મેષથી લઈ મીન રાશિ સુધીનું વાંચો 22 ફેબ્રુઆરી 2025નું દૈનિક રાશિફળ
Rashifal: મેષથી લઈ મીન રાશિ સુધીનું વાંચો 22 ફેબ્રુઆરી 2025નું દૈનિક રાશિફળ
સમય પહેલાં લોન ચૂકવનારાઓ માટે મોટા સમાચાર,હવે બેંકો નહીં વસુસી શકે પેનલ્ટી , RBIનો મહત્વનો નિર્ણય
સમય પહેલાં લોન ચૂકવનારાઓ માટે મોટા સમાચાર,હવે બેંકો નહીં વસુસી શકે પેનલ્ટી , RBIનો મહત્વનો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાષા જાય તો સંસ્કૃતિ જાયHun To Bolish : હું તો બોલીશ : દાનવRajkot Hospital Viral CCTV Video: મહિલાઓની તપાસના સીસીટીવી વાયરલ કરનાર 3 આરોપી 7 દિવસના રિમાન્ડ પરGujarat CM Announcement : મુખ્યમંત્રીએ ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં શું કરી મોટી જાહેરાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
Rashifal: મેષથી લઈ મીન રાશિ સુધીનું વાંચો 22 ફેબ્રુઆરી 2025નું દૈનિક રાશિફળ
Rashifal: મેષથી લઈ મીન રાશિ સુધીનું વાંચો 22 ફેબ્રુઆરી 2025નું દૈનિક રાશિફળ
સમય પહેલાં લોન ચૂકવનારાઓ માટે મોટા સમાચાર,હવે બેંકો નહીં વસુસી શકે પેનલ્ટી , RBIનો મહત્વનો નિર્ણય
સમય પહેલાં લોન ચૂકવનારાઓ માટે મોટા સમાચાર,હવે બેંકો નહીં વસુસી શકે પેનલ્ટી , RBIનો મહત્વનો નિર્ણય
Technology: તમારું સિમ કાર્ડ તમારુ એકાઉન્ટ ખાલી કરી શકે છે, જાણો આવા સ્કેમથી કેવી રીતે બચવું
Technology: તમારું સિમ કાર્ડ તમારુ એકાઉન્ટ ખાલી કરી શકે છે, જાણો આવા સ્કેમથી કેવી રીતે બચવું
રાજ્યમાં ફરી માવઠાની આગાહી: ઉનાળો શરૂ થાય એ પહેલા જ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યમાં ફરી માવઠાની આગાહી: ઉનાળો શરૂ થાય એ પહેલા જ અંબાલાલ પટેલની મોટી આગાહી
ચીને શોધી કાઢ્યો નવો કોરોનાવાયરસ: કોવિડ-૧૯ ની જેમ મનુષ્યને ચેપ લગાવી શકે છે
ચીને શોધી કાઢ્યો નવો કોરોનાવાયરસ: કોવિડ-૧૯ ની જેમ મનુષ્યને ચેપ લગાવી શકે છે
બાપ જાનવર બની ગયો! સગીર પુત્રીને ઊંઘની ગોળીઓ આપીને 3 વર્ષથી બળાત્કાર ગુજારતો હતો, ધરપકડ
બાપ જાનવર બની ગયો! સગીર પુત્રીને ઊંઘની ગોળીઓ આપીને 3 વર્ષથી બળાત્કાર ગુજારતો હતો, ધરપકડ
Embed widget