Vadodara Rain: આજવા ડેમમાંથી પાણી છોડાતા તારાજી, આજુબાજુના ગામોમાં ડેમનો પાણી ફરી વળ્યુ, અનેક ગામો સંપર્ક વિહોણા
Vadodara Rain: રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ બાદ ગઇકાલથી મધ્ય ગુજરાતમાં વરસાદે જોર પકડ્યુ છે
Vadodara Rain: રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ બાદ ગઇકાલથી મધ્ય ગુજરાતમાં વરસાદે જોર પકડ્યુ છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે, વડોદરામાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, રાજ્યમાં કુલ 236 તાલુકામાં વરસાદ ખાબક્યો છે અને સૌથી વધુ આણંદ જિલ્લાના બોરસદમાં 14 ઇંચ વરસાદ પડ્યો છે. હવે આ બધાની વચ્ચે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.
હાલમાં મળતા અપડેટ પ્રમાણે, વડોદરામાં ખાબકેલા મુશળધાર વરસાદ બાદ આજવા ડેમ ઓવરફ્લો થઇ ગયો છે, અને હાલમાં જ આજવા ડેમમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીનું પાણી શહેર અને આજુબાજુના ગામોમાં તારાજી સર્જાઇ છે. પિલોલ, અલીન્દ્રા, દરજીપુરા, ખોખર ગામોમાં ડેમનો પાણી ઘૂસી ગયા છે, સાવલીના પીલોલ ગામમાં તો વળી કેડસમા પાણી ભરાયા લોકોને હાલાકી પડી રહી છે. ડેમનું પાણી સતત આવતુ હોવાથી ખોખર, ઇન્દ્રાડ, પિલોલ, દરજીપુરા, અલીન્દ્રા સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, લોકોને ઘરોમાં કેદ રહેવા મજબૂર બનવું પડ્યુ છે.
વડોદરાનો આજવા ડેમ ઓવરફ્લો થયો છે અને વિશ્વામિત્રી નદીનું પાણી હવે છોડવામાં આવ્યુ છે, આના કારણે છેવાડાના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. નદીનુ જળસ્તર સતત વધી રહ્યું છે. મગર અને ઝેરી સાપોનાં ઉપદ્રવથી પણ લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.
ગુજરાતના આ 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
હવામાન વિભાગની (Meteorological Department )આગાહી મુજબ ગુજરાતના ચાર જિલ્લામાં આજે ભારે વરસાદનું ( heavy rain અનુમાન છે.
અત્યાર સુધીની રાજ્યમાં ચોમાસાની (monsoon) સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 50 ટકા વરસાદ નોંધાયો છે. ક્ષમતાના 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 46 સુધી પહોંચી છે. 70થી 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 25 છે. 50થી 70 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 41 છે. તો 25 ટકાથી નીચે ભરાયેલા ડેમની સંખ્યા 69 છે. આ સાથે રાજ્યની 10 નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.
ભારે વરસાદના કારણે પોરબંદરથી ધોરાજી પંથક સુધી અને દક્ષિણ ગુજરાતમાં જન જીવન ખોરવાયું છે. વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 4 હજાર 232થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું છે. તો પાણીમાં ફસાયેલા 535 લોકોને રેસ્ક્યૂ કરી બચાવાયા છે. સૌથી વધારે નવસારી, દ્વારકા, સુરત અને ભરુચ જિલ્લામાં સ્થળાંતરની કામગીરી ચાલી રહી છે.
ભારે વરસાદથી ગામડાના માર્ગોથી લઈને સ્ટેટ હાઈવે પ્રભાવિત થયા છે. 17 રાજ્ય ધોરીમાર્ગો અને 42 અન્ય રસ્તા અને પંચાયતના 607 રસ્તાઓ સહિત કુલ 666 રસ્તાઓ હાલમાં બંધની સ્થિતિમાં છે. તો રાજ્યના 235 ગામમાં હજુ પણ વીજળી ગૂલ છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ બાદ મધ્ય ગુજરાતમાં મેઘરાજાનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. બુધવારે ખાબકેલા અનરાધાર વરસાદથી વડોદરા, આણંદ અને સુરત જિલ્લો પાણી પાણી થઇ ગયો. . શહેરના રાજમાર્ગો જળમગ્ન જોવા મળ્યાં. નીચાણવાળા વિસ્તારમાં તો ઘરમાં પાણી ઘૂસી જાતાં ઘરવખરીને પણ નુકસાન થયુ છે. તો ખેતરો જળમગ્ન બની બેટ ફેરવાતાં પાકના નુકસાનીની પણ ભીતિ સેવાઇ રહી છે.