શોધખોળ કરો
Advertisement
તાઈવાને ફાઈટર પ્લેનને તોડી પાડ્યું હોવાના અહેવાલને ચીને નકાર્યા, કહ્યું- આ ફેક ન્યૂઝ ફેલાવવાનો પ્રયાસ
તાઈવાને ચીનના સીસીપી એસયૂ-35 વિમાને તોડી પાડ્યા હોવાના અહેવાલને ચીને નકારી દીધાં છે અને ખોટા અહેવાલ ગણાવ્યા છે.
નવી દિલ્હી: તાઈવાને તેમના સીસીપી એસયૂ-35 એરક્રાફ્ટનો તોડી પાડ્યું હોવાના અહેવાલને ચીને નકારી દીધાં છે અને તેને ખોટા અહેવાલ ગણાવ્યા છે. મીડિયા રિુપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો હતો કે, ચીનના એક સુખોઈ ફાઈટર જેટે તાઈવાનની સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જેને તોડી પાડ્યું છે.
આ મામલે ચીનના રક્ષા મંત્રાલયે કહ્યું કે, “વાયુ સેના કમાન્ડે જણાવ્યું કે, લોકોને ભ્રમિત કરવાના પ્રયાસમાં ઈન્ટરનેટ પર ખોટી સૂચનાઓનું નિર્માણ અને પ્રચાર કરીને આ પ્રકારના દુર્ભાગ્યપૂર્ણ કૃત્યોની અમે આકરી નિદા કરીએ છે.”
તેની સાથે કહેવામાં આવ્યું કે, તાઈવાને સીસીપી એસયૂ-35 વિમાને તોડી પાડ્યા હોવાના અહેવાલને વાયુ સેનાએ નકારી દીધા છે અને તેને ખોટા સમાચાર ગણાવ્યા છે. ચીની રક્ષા મંત્રાલયે કહ્યું કે, એર સ્પેસની સુરક્ષાને ધ્યાનમાં રાખતા વાયુસેનાનું હેડક્વાર્ટર સમુદ્ર અને તાઈવાન જળ સંધિને નજીકથી મોનિટર કરતું રહેશે અને ફેક ન્યૂઝના પ્રસારને રોકવા માટે સમય પહેલા સાચી જાણકારી ઉપલબ્ધ કરાવતું રહેશે.
કેટલીક ટીવી ચેનલોમાં દાવો કરવામા આવી રહ્યો હતો કે, તાઇવાને પોતાના એરસ્પેસમાં ઘૂસી આવેલા ચીની સુખોઇ-35 ફાઇટર જેટને તોડી પાડ્યુ છે. સમાચારોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તાઇવાને ચીની વિમાનને કેટલીય વાર ચેતાવણી આપી હતી, પરંતુ તેમ છતાં ચીની ફાઇટર પ્લેન તાઇવાનના એરસ્પેસમાં ઘૂસતા રહ્યાં હતા. આ પછી તાઇવાને તેને તોડી પાડ્યુ હતુ. ચીને આ અહેવાલને નકારી દીધાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement