Russia-Ukraine War: રશિયા સામેનું યુદ્ધ રોકવા માટે એલન મસ્કના પ્રસ્તાવ પર ભડક્યા યુક્રેનના રાષ્ટ્રપતિ, કહ્યુ- યુક્રેન આવો અને...
જોકે એલન મસ્કની સલાહ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને પસંદ પડી ન હતી
Volodymyr Zelensky on Elon Musk: હાલના દિવસોમાં ટ્વિટરના નવા માલિક એલન મસ્ક ટ્વિટર પર પોલ કરીને દરેક મુશ્કેલ મુદ્દાનો ઉકેલ શોધી રહ્યા છે. તેઓ ટ્વિટર પર પોલિંગ કરાવે છે અને લોકોના અભિપ્રાય મુજબ કામ કરે છે. તાજેતરમાં તેમણે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને એક સર્વે પણ કર્યો હતો. આ પછી પોતાની સલાહ પણ આપી.
જોકે એલન મસ્કની સલાહ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને પસંદ પડી ન હતી અને તેમણે મસ્ક પર કટાક્ષ કર્યો હતો. યુદ્ધ સમાપ્ત કરવાના મસ્કના પ્રસ્તાવની ટીકા કરતા ઝેલેન્સકીએ મસ્કને તેમના યુદ્ધગ્રસ્ત દેશની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
ઝેલેન્સ્કીએ મસ્કને આમંત્રણ આપ્યું
મસ્કનો ઉલ્લેખ કરતા ઝેલેન્સકીએ ન્યૂયોર્ક ટાઇમ્સ માટે ડીલબુક સમિટમાં કહ્યું હતું કે મને લાગે છે કે મસ્ક કોઈનાથી પ્રભાવિત છે અથવા તે પોતાના મનની વાત કરે છે. ઝેલેન્સકીએ મસ્કને આમંત્રણ આપ્યું અને કહ્યું કે જો તમારે સમજવું હોય કે રશિયાએ અહીં શું કર્યું છે, તો યુક્રેન આવો અને બધું જુઓ. તે પછી મને કહો કે આ યુદ્ધ કેવી રીતે સમાપ્ત કરવું. યુદ્ધ કોણે શરૂ કર્યું અને તે ક્યારે સમાપ્ત થઈ શકે?
આ પછી ઝેલેન્સકીએ મસ્ક વિશે પણ એક પોલિંગ કરાવ્યું હતું. ઝેલેન્સકીએ પૂછ્યું કે તમને કયો એલન મસ્ક ગમે છે? જવાબમાં બે વિકલ્પ આપ્યા હતા. 1- રશિયાને સમર્થન. 2- યુક્રેનનો સમર્થક. ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પુતિન રશિયાના નેતા રહેશે ત્યાં સુધી તેઓ ક્યારેય રશિયા સાથે વાતચીત નહીં કરે.
શું છે સમગ્ર મામલો?
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને મસ્કએ ઓક્ટોબરમાં એક મતદાન કર્યું હતું. આ પોલ પર તેમણે લોકોને 'હા' અથવા 'ના'માં જવાબ આપવા કહ્યું હતું. બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા માટે મતદાનમાં ચાર મહત્વની બાબતો રાખવામાં આવી હતી. તેમણે મોસ્કો દ્વારા કબજે કરેલા યુક્રેનિયન પ્રદેશોમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા દેખરેખ હેઠળના લોકમતને ફરીથી ચલાવવાની દરખાસ્ત કરવી. ક્રિમિયન દ્વિપકલ્પ પર રશિયન સાર્વભૌમત્વને સ્વીકાર્યું અને યુક્રેનને તટસ્થ દરજ્જો આપ્યો.
US eport : આ બંદર ભારતીય નેવી માટે ગંભીર ખતરો, અમેરિકાના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
Indian Navy US Report : સરહદે તણાવ યથાવત છે ત્યારે ચીન ભારત માટે હજી માથાનો દુ:ખાવો બની શકે છે. અમેરિકાના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આફ્રિકન દેશ જિબુટીમાં ચીનનું સૈન્ય મથક છે જ્યાં ચીન એરક્રાફ્ટ કેરિયર, મોટા યુદ્ધ જહાજ, સબમરીન તૈનાત કરી શકે છે. આ પગલાની ભારતીય નૌકાદળની સુરક્ષા પર ઊંડી અસર પડી શકે છે. અમેરિકી રક્ષા વિભાગ વાર્ષિક રિપોર્ટમાં ચીનના આ સૈન્ય મથક બાબતે કોંગ્રેસને જાણકારી આપી છે.
તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, માર્ચ 2022ના અંતમાં એક FUCHI II શ્રેણીનું સપ્લાય શિપ અહીં ડોક પ્ર રોકાયું હતું જે સૂચવે છે કે આ સૈન્ય મથક કાર્યરત થઈ ગયું છે