શોધખોળ કરો
Advertisement
US Election: હાર ભાળી ગયેલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને લાગ્યો મોટો ઝાટકો, મિશિગન-જ્યોર્જિયામાં કોર્ટમાં કરેલ અરજી.....
આ પહેલા ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટી પર ગોટાળાનો આરોપ લાગવ્યો હતો.
US Election: અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે? તેનો નિર્ણય ત્રીજા દિવસે પણ નથી થઈ શક્યો. પાંચ રાજ્યોમાં હજુ પણ પેચ ફસાયો છે અને ત્યાં હજુ પણ મતગણતરી ચાલુ છે. ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝાટકો લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી મિશિગન અને જ્યોર્જિયામાં કરવામાં આવેલ અરજીને ફગાવી દેવામાં આવી છે.
ટ્રમ્પે પોસ્ટ બેલેટ મતગણતરી રોકાવની માગ કરી હતી
રાષ્ટ્રપતિ ટ્રમ્પે મિશિગન અને જ્યોર્જિયા બન્ને રાજ્યમાં પોસ્ટલ બેલેટની ગણતરી રોકાવની માગ કરી હતી, જેને મિશિગન અને જ્યોર્જિયાની કોર્ટે ફગાવી દીધી છે. એટલે કે હવે આ બન્ને રાજ્યોમાં પોસ્ટલ બેલેટની ગણતરી યથાવત રહેશે.
આ પહેલા ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટી પર ગોટાળાનો આરોપ લાગવ્યો હતો. એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું, “ડેમોક્રેટ ચૂંટણીના પરિણામ ચોરવા માગે છે. અમારો ઉદ્દેશ ચૂંટણીની નિષ્પક્ષતાને બચાવાવનો છે. અમે પ્રભાવિત થવા નહીં દઈએ જે આ ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે. ડેમોક્રેટ્સને ખબર હતી કે તે ઇમાનદારીથી ચૂંટણી નહીં જીતી શકે. માટે તેમણે પોસ્ટલ બેલેટનો ગોટાળો કર્યો છે.”
જ્યોર્જિયામાં ટ્રમ્પ અને બાઇડેનની મત ટકાવારી સરખી
જણાવીએ કે જ્યોર્જિયામાં હવે ટ્રમ્પ અને બાઇડેનની મત ટકાવારી સરખી થઈ ગઈ છે. જ્યોર્જિયામાં ટ્રમ્પને 49.4 ટકા અને બાઇડેનને પણ 49.4 ટકા મત મળ્યા છે. જ્યારે મતની વાત કરીએ તો ટ્રમ્પને 24,47,015 મત મળ્યા છે. જ્યારે બાઇડેનને 24,44,518 મત મળ્યા છે. જ્યોર્જિયા એ પાંચ રાજ્યમાંથી એક છે જ્યાં હાર જીત માટે નિર્ણાયક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement