શોધખોળ કરો
Shani Jayanti 2023: ગુજરાતના આ ગામમાં આવેલું છે ભગવાન શનિદેવનું જન્મસ્થળ, શનિ જયંતી પર જામી ભક્તોની ભીડ
Shani Jayanti 2023: વૈશાખી અમાસ એ શનિ જયંતી તરીકે ઓળખાય છે. આ વર્ષે શનિ જયંતી 19 મે, 2023 ના રોજ છે. શનિદેવની કૃપા મેળવવા માટે આ સર્વોત્તમ દિવસ માનવામાં આવે છે.
શનિદેવનું જન્મસ્થળ
1/7

એવું કહેવાય છે કે શનિ રાજાને રંક બનાવી દે છે અને રંકને રાજા બનાવી દે છે. શનિ મહારાજનો પ્રકોપ મહાનુભાવોનાં જીવનમાં પણ પડ્યો છે.
2/7

પોરબંદરથી ૩૦ કિમી દૂર હાથલા ગામે ભગવાન શનિદેવનું જન્મસ્થળ આવેલું છે. શનિ જયંતી હોવાથી અહીં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે.
3/7

શનિ જનમસ્થળ હાથલા ગામે આજે વિશેષ પૂજા સહિતના કાર્યકમો યોજાઈ રહ્યા છે. ભક્તો માટે પ્રસાદી, પાણી સહિતની નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.
4/7

ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી શનિભક્તો શનિ જન્મસ્થળ હાથલા ગામે દર્શનાર્થે પહોચ્યા છે. શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા લોકો પૌરાણિક શનિ કુંડમાં સ્નાન કરી પૂજા અર્ચના કરી ધ્યનાતા અનુભવી હતી.
5/7

શનિ મહારાજને જયોતિષમાં ‘દંડનાયક’ની ઉપમા આપવામાં આવી છે. જે સાચા ખોટાનો નિર્ણય કરે છે.
6/7

શનિને સારાં-ખોટાં કર્મોના ફળદાતા તરીકે નીમવામાં આવ્યા છે. મોટાભાગે સજજન વ્યક્તિઓ ઉપર શનિ મહારાજની પરમકૃપા હોય છે. લૂલા-લંગડા, અપંગ, ગરીબ માણસો ઉપર શનિની કૃપા જોવા મળે છે. આવી વ્યક્તિઓની સેવા કરવાથી પણ શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે.
7/7

શનિનો સ્વભાવ શુષ્ક, ઠંડો, સંકોચવાળો અને અડચણ કરનારો છે. તેની અસર હાડકાં, સાંધા, ગુદા, દાંત, ગોઠણ વગેરે ઉપર હોય છે. શનિના દોષથી અર્ધાંગ, વાતજન્ય, અન્યવિકાર, સન્નિપાત, ઉધરસ વગેરે વ્યાધિઓ થાય છે.
Published at : 19 May 2023 11:29 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
રાજકોટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
