શોધખોળ કરો
EV Sales Report: મે મહિનામાં આ કંપનીએ વેચી સૌથી વધુ ઇલેક્ટ્રિક કાર, જાણો ટૉપ 5 કારો વિશે....
જકાલ ઇલેક્ટ્રિક વ્હીકલના અપડેટ વેરિઅન્ટ અને તેની રેન્જમાં વધારો થયો અને આ માટે લૉકલ માર્કેટમાં સેલિંગ પણ વધ્યુ છે.

પ્રતિકાત્મક તસવીર
1/7

May 2023 EV Sales Report: આજકાલ ભારતીય માર્કેટમાં ઇવી એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ ખુબ જ ઝડપથી વધી રહ્યાં છે, લોકો પણ પેટ્રૉલ અને ડીઝલના બદલે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાની રેસમાં લાગ્યા છે. આજકાલ ઇલેક્ટ્રિક વ્હીકલના અપડેટ વેરિઅન્ટ અને તેની રેન્જમાં વધારો થયો અને આ માટે લૉકલ માર્કેટમાં સેલિંગ પણ વધ્યુ છે. અમે અહીં તમને મે મહિનામાં વેચાયેલા ઇલેક્ટ્રિક વ્હીકલ રિપોર્ટ વિશે વાત કરી રહ્યાં છીએ, જાણો....
2/7

મે 2023 માં ટાટા મોટર્સે સૌથી વધુ સંખ્યામાં ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ કર્યુ છે. કંપની ગયા મહિને 5,822 ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ કરવામાં સફળ રહી હતી. આ વાહનોમાં Tata Nexon EV Prime/Max, Tata Tigor અને Tata Tiago ઇલેક્ટ્રિક કાર સામેલ છે.
3/7

મે 2023માં, MG India ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વ્હીકલનું બીજું સૌથી મોટું વેચાણકર્તા રહ્યું છે. કંપનીએ ગયા મહિને 437 ઇલેક્ટ્રિક વ્હીકલનું સેલિંગ કર્યું હતું. MG ધૂમકેતુ અને ZS ઈલેક્ટ્રિક કાર વેચાતા વાહનો છે.
4/7

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગયા મહિને સૌથી વધુ ઇલેક્ટ્રિક વ્હીકલના સેલિંગમાં ત્રીજા નંબરે છે, કંપનીએ ગયા મહિને આના 363 ઇલેક્ટ્રિક વ્હીકલનું સેલિંગ કર્યું હતું. મહિન્દ્રા હાલમાં પોતાની ઇલેક્ટ્રિક કાર XUV400 સેલ કરે છે.
5/7

આ લિસ્ટમાં આગળનું નામ સિટ્રૉનનું છે. કંપનીએ ગયા મહિને પોતાના 308 ઇલેક્ટ્રિક વાહનોનું સેલિંગ કર્યું હતું. હાલમાં કંપની પાસે પોતાના પોર્ટફોલિયોમાં માત્ર EC3 ઇલેક્ટ્રિક કાર છે.
6/7

આ લિસ્ટમાં આગળનો નંબર હ્યૂન્ડાઈનો છે. Hyundai હાલમાં ભારતીય બજારમાં પોતાની બે ઇલેક્ટ્રિક કાર (Hyundai Kona અને Ionic 5) સેલ કરે છે. ગયા મહિને કંપનીએ પોતાના વાહનોના 163 યૂનિટ વેચ્યા હતા.
7/7

આ લિસ્ટમાં આગળનુ નામ બીવાયડીનું છે, BYDએ મે 2023 માં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ સૌથી વધુ વેચાણ કર્યુ છે. કંપની ભારતીય બજારમાં પોતાની Atto-3 અને E6 ઈલેક્ટ્રિક કારનું સેલિંગ કરે છે. ગયા મહિને કંપનીએ 138 યૂનિટ વેચ્યા હતા.
Published at : 09 Jun 2023 03:13 PM (IST)
આગળ જુઓ
Advertisement