અભિનેત્રી મૌની રોય(Mouni Roy)ના લગ્નની તસ્વીરો અને તેમાં અભિનેત્રીનો લુક આ દિવસોમાં ચર્ચામાં છે. મહેંદીથી લઈને વેડિંગ લૂક સુધી અભિનેત્રી પરફેક્ટ દુલ્હન તરીકે જોવા મળી છે. આપણે તેના લગ્નના ખૂબસૂરત લૂકને હજુ ભૂલ્યા નથી ત્યાં લગ્ન પછીના સંગીતની સુંદર તસવીરો વાયરલ થવા લાગી છે. આ તસવીરોમાં ગોલ્ડન લહેંગામાં મૌની રોય ખૂબ જ શાનદાર લૂકમાં જોવા મળી છે.
2/5
પોતાના પોસ્ટ વેડિંગ સંગીત ફંક્શનમાં મૌની રોયને ગોલ્ડન કલરના શાનદાર લહેંઘામાં જોવા મળી હતી.એક્ટ્રેસ આ લૂકમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે. મૌનીએ ડીપ નેકલાઈન બ્લાઉઝ પહેર્યું હતું. આ સાથે તેણે નેટ દુપટ્ટો કેરી કર્યો હતો.
3/5
મૌની રોયના લગ્નના લહેંઘા લુકને કોઈ ભૂલી શકશે નહીં. મૌની રોયે, પરંપરાગત બંગાળી દુલ્હનની જેમ, બંગાળી રીત-રિવાજો સાથેના લગ્નમાં બનારસી સાડીને બદલે ભારે લાલ લહેંઘા પસંદ કર્યો હતો. ગોલ્ડન થ્રેડ વર્કવાળા આ લહેંઘા પર ડિટેલ જરદોઝી બોર્ડર જોવા મળી હતી. મૌની રોયે લહેંઘા સાથે લાલ દુપટ્ટો સ્ટાઈલ કર્યો હતો.
4/5
બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોયે (Mouni Roy) પોતાના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર (Suraj Nambiar) સાથે લગ્ન કરી લીધા છે.
5/5
બોલિવૂડ અભિનેત્રી મૌની રોય તેના પ્રેમી સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી લીધા છે. ગોવામાં 27 જાન્યુઆરીના રોજ, નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન કરી લીધા છે. બુધવારે સોશિયલ મીડિયા પર લગ્નના તહેવારોની તસવીરો સામે આવી છે. લગ્ન સમારોહમાં બોલિવૂડ અને ટીવીની અનેક હસ્તીઓ હાજરી આપી રહી છે. (તમામ તસવીરો મૌની રોય ઈન્સ્ટાગ્રામ)