શોધખોળ કરો
Advertisement

સલમાન ખાનને મળેલી ધમકી બાદ સોહેલ ખાન અને અરબાઝ ખાન ભાઈને મળવા ઘરે પહોંચ્યા

સોહેલ ખાન
1/5

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) અને તેમના પિતા સલીમ ખાનને મારવાની ધમકી આપતો પત્ર કાલે મળ્યો હતો. આ ધમકીભર્યા પત્રથી બોલીવુડ ઈન્ડસ્ટ્રીની અંદર અને બહાર હલચલ મચી ગઈ છે.
2/5

ભાઈને મળેલી આ ધમકી વચ્ચે સલમાન ખાનને મળવા માટે સોહેલ ખાન અને અરબાઝ ખાન તેમના ઘરે પહોંચ્યા હતા. ભાઈજાનના ધર બહારથી અરબાઝ અને સોહેલ ખાનના કેટલાક ફોટો સામે આવ્યા હતા જેમાં તેમના ચહેરા પર ટેંશન દેખાઈ રહ્યું હતું.
3/5

સલમાન ખાનના ઘરે સીબીઆઈ ઓફિસર પહોંચ્યા છે. ઓફિસર્સે પણ હજી સુધી તપાસ અંગે કોઈ માહિતી નથી આપી. આજે સોમવારે સવારથી જ સલમાનના ઘર બહાર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે.
4/5

રવિવારે સવારે ચાલવા નિકળેલા સલીમ ખાન બાન્દ્રા બસસ્ટેન્ડની બેન્ચ પર બેઠા હતા. આ દરમિયાન અજાણ્યા વ્યક્તિએ તેમને એક પત્ર આપ્યો હતો. આ પત્રમાં તેમને અને તેમના પુત્ર સલમાન ખાનને જીવથી મારવાની ધમકી આપવામાં આવી હતી.
5/5

આ પહેલાં 'રેડ્ડી' ફિલ્મના શૂટિંગ દરમિયાન લોરેન્સ બિશ્નોઈએ પોતાના સાગરીતો દ્વારા સલમાન પર હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ શૂટરોના જરુરી હથિયારો ના અપતાં આ પ્લાન ફેલ થયો હતો.
Published at : 06 Jun 2022 06:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ખેતીવાડી
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion