શોધખોળ કરો
Tunsiha Birthday: બર્થ ડેના 10 દિવસ પહેલા જ દુનિયાને અલવિદા કહી ગઈ તુનિષા, આ ફિલ્મોમાં કરી ચુકી છે કામ
જો આજે ટીવી અભિનેત્રી તુનીષા શર્મા આપણી વચ્ચે હોત તો તે પોતાનો 21મો જન્મદિવસ ઉજવી રહી હોત. તેણે નાની ઉંમરમાં જ ઘણી લોકપ્રિયતા મેળવી હતી.
Tunisha Sharma
1/7

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના નિધનથી તેની ચર્ચા હજી પણ ચારેકોર થઈ રહી છે. 24 ડિસેમ્બર 2022ના રોજ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે અભિનેત્રી અચાનક ફાંસી લગાવીને મોતને વ્હાલુ કરશે. જો તે આજે જીવતી હોત તો તેનો પોતાનો 21મો જન્મદિવસ ઉજવ્યો હોત. તેણે માત્ર ટીવી પર જ નહીં પરંતુ મોટા પડદા પર પણ કામ કર્યું છે.
2/7

તુનિષા શર્મા પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેનો જન્મ આ દિવસે એટલે કે વર્ષ 2002માં 4 જાન્યુઆરીએ થયો હતો.
3/7

તુનિષા શર્મા માત્ર 20 વર્ષની હતી. તેણે નાની ઉંમરમાં જ ઘણી લોકપ્રિયતા મેળવી હતી.
4/7

તુનિષાએ નાના પડદા પર માત્ર સિરિયલોમાં જ નહીં પરંતુ તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે.
5/7

ઉલ્લેખનીય છે કે, તુનિષાએ બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં પગ મૂક્યો હતો. તેણે 'ફિતૂર', 'દબંગ 3', 'બાર બાર દેખો' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
6/7

ફિલ્મ 'કહાની 2'માં તુનિષા શર્મા વિદ્યા બાલનની પુત્રીના રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં તેનો અભિનય સૌકોઈને ગમ્યો હતો.
7/7

નાની ઉંમરમાં તુનીશા કરોડોની સંપત્તિની માલિક હતી. રિપોર્ટ્સ અનુસાર તેની પાસે 15 કરોડ રૂપિયા હતા.
Published at : 04 Jan 2023 09:31 PM (IST)
આગળ જુઓ
Advertisement





















