શોધખોળ કરો
આમળાના જ્યૂસને બનાવો ડાયટનો ભાગ..તમને મળશે આ બેમિસાલ ફાયદા
Amla Benefits: આમળા ઔષધીય ગુણોથી ભરપૂર એક ઉત્તમ ફળ છે, જેનું સેવન કરવાથી તમે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ ઘટાડી શકો છો.

પ્રતિકાત્મક તસવીર
1/6

આમળાનો રસ પીવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. તેમાં મોટી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે શરીરને ફ્રી રેડિકલથી બચાવે છે. આ જ્યુસ પીવાથી કોલેસ્ટ્રોલ પણ ઓછું કરી શકાય છે.
2/6

આમળામાં ફાઈબરનું પ્રમાણ પણ વધુ હોય છે. તે પેટ સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. પાચનમાં સુધારો કરે છે. કબજિયાત અને ગેસથી છુટકારો મળે છે.
3/6

આમળામાં ઠંડકની અસર હોય છે. ઉનાળામાં તેનો રસ પીવાથી પેટની બળતરા શાંત થાય છે. શરીર પણ ઠંડુ રહે છે.
4/6

આમળામાં વિટામિન A મળી આવે છે. આ કારણે તે આંખો માટે પણ ફાયદાકારક છે. તેનો રસ પીવાથી આંખોની રોશની વધે છે.
5/6

આમળાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે જે શુગર લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે.
6/6

આમળાનો રસ પીવાથી ત્વચા અને વાળ સ્વસ્થ રહે છે.વાળને મજબૂતી મળે છે. વાળ કાળા થઈ જાય છે. સ્કેલ્પમાં રક્ત પરિભ્રમણ સુધારવામાં મદદ કરે છે, જે વાળને મજબૂત બનાવે છે.
Published at : 04 Jun 2023 02:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
આઈપીએલ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
