ભારતમાં ઉગતું કેરી એ સૌથી સ્વાદિષ્ટ ફળ છે. જેથી જ તો તેને ફળનો રાજા કહેવાય છે. આ ફળનો ઇતિહાસ 5000 વર્ષ જુનો છે.ભારતમાં દશહરી, લંગડા, ચૌસા, કેસર, બદામ, તોતાપુરી,અલ્ફાંસ કેરી ફેમસ છે. કેરી સ્વાદિષ્ટી હોવાની સાથે પોષ્ટિક પણ છે.
2/7
અલગ અલગ પ્રકારના રંગમાં આવતી કેરીમાં મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ, વિટામિન કે,ભરપૂરમાં માત્રામાં છે. જે બ્લડ ક્લોટસની સાથે એનીમિયાથી બચાવ કરે છે. જે હાડકાંને મજબૂત બનાવે છે.
3/7
કેરી વિટામીન Cથી ભરપૂર છે. જે હેલ્થી કોલેજનના વિકાસમાં મહત્વપૂર્ણ મનાય છે. વિટામિન સી શરીરના જખ્મને ઝડપથી રૂઝમાં મદદ કરે છે અને ઉપરાંત અનેક બીમારીથી આપણા શરીરનું રક્ષણ કરે છે.
4/7
કેરીના પીળા અને નાંરગી ભાગમાં બીટા કેરોટીન હોય છે. બીટા કેરોટીન કેરીમાં મળતાં અનેક પ્રકારના એન્ટીઓક્સિડન્ટમાંનું એક છે. કેરીમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ શરીરમાં ફ્રી રેડિકલ્સ સામે લડે છે. જે કેન્સર માટે જવાબદાર છે.
5/7
કેરી આપણા શરીરની કાર્ડિયોવસ્ક્યૂલર સિસ્ટમને પણ સપોર્ટ કરે છે. તેમાં મોજૂદ મેગ્નેશિયમ, પોટેશિયમની પ્રચૂર માત્રાને શરીરમાં લોવર બ્લડ પ્રેશર રેગ્યુલર પલ્સથી જોડીને પણ જોવાઇ છે. કેરીમાં મેંગીફેરિન નામનું યોગિક હોય છે. શરૂઆતના સ્ટડીનું તારણ છે કે, મેંગીફેરિન હાર્ટ ઇન્ફલમેશનમાં રાહત આપવાનું કામ કરે છે.
6/7
કેરીમાં મોજૂદ એમિલેજ કમ્પાઉન્ડ ડાયટરી ફાઇબર કબજિયાતથી પણ રાહત આપવામાં મદદ કરે છે. એમિઇલેજ કમ્પાઉન્ડ આપણા પેટમાં તમામ પ્રકારના ખાદ્ય પદાર્થને ડાયજેસ્ટ કરવામાં મદદ કરે છે. તે કઠોર સ્ટાર્ચને પણ તોડે છે. કેરીમાં મોજૂદ ફાઇબર કબજિયાત થતાં સપ્લીમેન્ટસમાં મોજૂદ ફાઇબરથી વધુ પ્રભાશાળી હોય છે.
7/7
કેરીમાં મોજૂદ ગુણકારી તત્વ ઝડપથી વજન કટ્રોલ કરવામાં પણ ફાયદો પહોંચાડે છે.કેરીમાં મોજૂદ ફાઇટોકેમિકલ્સ શરીરમાં ફેટ સેલ્સ અને ફેટથી જોડાયેલા જિન્સ પર દબાણ બનાવી શકે છે. જો કે કેટલાક લોકો માને છે કે કેરી વજન વધારે છે. જો કે તેને યોગ્ય ક્વોન્ટીટીમાં ખાવાથી વજન નથી વધતું. 100 ગ્રામ કેરીમાં 60 કેલેરી છે. જો વ્યક્તિ દિવસમાં એકથી બે કેરી ખાય અને કેલેરીને મોનિટરિંગ કરતા રહે તો વજન વધતું નથી.