શોધખોળ કરો
Hindu Rituals: પૂજામાં ક્યારેય હિન્દુ મહિલાઓ નથી ફોડતી નાળિયેર, તેની પાછળ છે આવુ કારણ
Hindu Ritual: દરેક શુભ કાર્યમાં નાળિયેર બહુજ ખાસ મહત્વ રાખે છે, શાસ્ત્રોમાં મહિલાઓ માટે કેટલાક કાર્ય કરવાની ખાસ મનાઇ છે, તેમાંથી એક છે નાળિયેર ફોડવાનુ, જે સ્ત્રી માટે વર્જિત છે,

ફાઇલ તસવીર
1/8

Hindu Ritual: દરેક શુભ કાર્યમાં નાળિયેર બહુજ ખાસ મહત્વ રાખે છે, શાસ્ત્રોમાં મહિલાઓ માટે કેટલાક કાર્ય કરવાની ખાસ મનાઇ છે, તેમાંથી એક છે નાળિયેર ફોડવાનુ, જે સ્ત્રી માટે વર્જિત છે, જાણો કેમ....
2/8

નાળિયેરન બહુજ પવિત્ર માનવામાં આવે છે, નાળિયેરમાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ ત્રણેય ત્રિદેવોનો વાસ હોવાનુ મનાય છે. નાળિયેરમાં ત્રણ આંખ શિવના નેત્રનુ રૂપ માનવામાં આવી છે.
3/8

શાસ્ત્રોમાં નાળિયેર ફોડવુ એક પ્રકારની બલિનુ પ્રતિક માનવામાં આવે છે, મહિલાઓનુ આ ના ફોડવા પાછળની માન્યતા છે કે નાળિયેર એક બીજ છે અને મહિલાઓ એક બીજના રૂપમાં બાળકને જન્મ આપે છે, કહે છે કે કોઇ મહિલા નાળિયેર ફોડો છે, તો તેની નકારાત્મક અસર ગર્ભાશય પર પડે છે.
4/8

ધરતી પર ફળ સ્વરૂપે ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીની સાથે નાળિયેરને મોકલ્યુ હતુ, આના પર માત્ર માં લક્ષ્મીનો અધિકાર છે. એટલા માટે મહિલાઓને નાળિયેર ફોડવુ વર્જિત છે.
5/8

દરેક શુભ કામમાં નાળિયેર ફોડવા પાછળની માન્યતા છે કે આના ફૂટવા પર પાણી ચારેય બાજુ બિખેરાય છે, જે તમામ નકારાત્મકતાને દુર કરે છે, આનુ પાણી બહુજ પવિત્ર માનવામાં આવે છે.
6/8

તમામ નારિયેળની સરખામણીમાં એકક્ષી નાળિયેરનુ વિશેષ મહત્વ છે, આને માતા લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે, માન્યતા છે કે, જેની પાસે એકાક્ષી નાળિયેર હોય છે, તેને જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી.
7/8

માન્યાતા છે કે વિષ્ણુ ભગવાન અને માં લક્ષ્મી, નાળિયેરના વૃક્ષ અને કામધેનુને પૃથ્વી પર લઇ આવ્યા હતા, નાળિયેરના વૃક્ષને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે, માન્યતા છે કે, ભગવાનને નાળિયેર ચઢાવવાથી દુઃખ દર્દનો નાશ થાય છે.
8/8

પૂજામાં કળશની ઉપર નાળિયેર રાખવામાં આવે છે, આને ગણેશ જીનુ પ્રતિક પણ માનવામાં આવે છે, આની પૂજા વિના કોઇપણ કાર્ય પૂર્ણ નથી થતુ.
Published at : 20 Nov 2022 12:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
સ્પોર્ટ્સ
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
