શોધખોળ કરો
FD Rates: સીનિયર સિટીઝનને આ ટોપ-5 બેંકો આપી રહી છે સૌથી વધારે વ્યાજ, ચેક કરો લિસ્ટ
Fixed Deposit Rates: દેશની ટોચની પાંચ બેંકો વરિષ્ઠ નાગરિકોને ઊંચા વ્યાજ દરનો લાભ આપી રહી છે. અમે તમને તેની વિગતો વિશે માહિતી આપી રહ્યા છીએ.
સિનિયર સિટીઝન માટે ફિક્સ્ડ ડિપોઝિટ દરો
1/6

જો તમે સીનિયર સિટીઝન છો અને રોકાણના વિકલ્પો શોધી રહ્યા છો તો FD સ્કીમ સારો વિકલ્પ બની શકે છે. અમે તમને એવી ટોપ-5 બેંકો વિશે જણાવી રહ્યા છીએ જેમાં તમે FD રોકાણ કરીને મજબૂત વળતર મેળવી શકો છો.
2/6

HDFC બેંક સીનિયર સિટીઝનને એક વર્ષથી 15 મહિના સુધીના કાર્યકાળ પર 7.10 ટકા વ્યાજ ઓફર કરે છે. તે જ સમયે, બેંક 15 થી 18 મહિનાની FD યોજના પર 7.60 ટકા વ્યાજ દર અને 18 મહિનાથી 2 વર્ષ અને 11 મહિનાની FD યોજના પર 7.50 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.
3/6

ICICI બેંક સીનિયર સિટીઝનને એક વર્ષથી 15 મહિનાની FD સ્કીમ પર 7.25 ટકા અને 15 મહિનાથી 2 વર્ષની FD સ્કીમ પર 7.05 ટકા વ્યાજ દર ઓફર કરે છે.
4/6

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને 7.30 ટકા વ્યાજ દરે એક વર્ષથી બે વર્ષ સુધીની FD સ્કીમ ઓફર કરી રહી છે. જ્યારે 2 થી 3 વર્ષની FD સ્કીમ માટે બેંક દ્વારા 7.5 ટકા વ્યાજ આપવામાં આવે છે. અમૃત કલશ યોજના હેઠળ, બેંક સીનિયર સિટીઝનને 400 દિવસની FD યોજના પર 7.60 ટકા વ્યાજ દર ઓફર કરે છે.
5/6

બેંક ઓફ બરોડા સીનિયર સિટીઝનને 1 થી 2 વર્ષ માટે FD સ્કીમ પર 7.35 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. તે જ સમયે, બેંક 2 થી 3 વર્ષની FD યોજના પર 7.75 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.
6/6

ખાનગી ક્ષેત્રની મોટી બેંક કોટક મહિન્દ્રા બેંક 390 દિવસની FD સ્કીમ પર 7.65 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. જ્યારે બેંક 23 મહિનાની FD સ્કીમ પર 7.80 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.
Published at : 07 Feb 2024 08:57 PM (IST)
View More
Advertisement





















