શોધખોળ કરો
PHOTO: ખાખીને સલામ! ભારે વરસાદમાં ફસાયેલા 30 જેટલા લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડતી કચ્છ પોલીસ
Kutch Police Rescue: કચ્છમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરુપ બતાવ્યું છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. આવી સ્થિતિમાં ફસાયેલા લોકોની વહારે કચ્છ પોલીસ આવી છે.

કચ્છ પોલીસે 30 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું
1/8

Kutch Police Rescue: કચ્છમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરુપ બતાવ્યું છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. આવી સ્થિતિમાં ફસાયેલા લોકોની વહારે કચ્છ પોલીસ આવી છે.
2/8

ખાખીની કાબિલેદાદ કામગીરી સામે આવી છે. અંજાર પોલીસે ચાલું વરસાદમાં ઉત્તમ કામગીરીથી લોકો સુરક્ષિત જગ્યાએ પહોચ્યા છે.
3/8

સાંગ નદીના પટમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને અંજાર પોલીસ સ્ટાફ જીવના જોખમ પર વિસ્તારમાં જઇ લોકોને નીચાણવાળી જગ્યા છોડી દેવા સૂચના આપી હતી.
4/8

આ વિસ્તારમાં રહેતા 30 એક લોકોને પોલીસે સાવધાન કરી સલામત જગ્યાએ ખસેડ્યા હતા.
5/8

અંજાર પોલીસ સ્ટેશનના પીઆઇના માર્ગદર્શનમાં પીએસઆઇ તેમજ સ્ટાફની કામગીરીની લોકોએ સરાહના કરી હતી.
6/8

ભારે વરસાદના કારણે અંજારમાં ઠેર ઠેર પાણી ભરાયાં છે તો તંત્ર પણ સતત નિરીક્ષણ કરી રહ્યું છે કે કોઈ લોકો પાણીમાં ફસાય નહિ ને સુરક્ષિત જગ્યાએ રહે.
7/8

અંજારમાં તંત્ર પણ એલર્ટ થઈને લોકોને નીચાણવાળા વિસ્તારો છોડી દેવા સૂચના આપી છે.
8/8

અંજાર મામલતદારની ટીમ સાથે વરસાદમાં લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે. અંજારમાં 8 ઈંચ વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે.
Published at : 30 Jun 2023 08:35 PM (IST)
આગળ જુઓ
Advertisement