શોધખોળ કરો
મોરબીમાં ભાજપનું શક્તિ પ્રદર્શન, ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાનો ભવ્ય રોડ શો યોજાયો, જુઓ ફોટો
સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર રાજકોટમાં ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડ્ડા રાજકોટ આવી પહોંચ્યા હતા.

મોરબીમાં ભવ્ય રોડ શો
1/8

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડ્ડા રાજકોટ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર જેપી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભાજપના રાજ્યસ્તરના જન પ્રતિનિધિનું સંમેલન મળ્યું હતુ.
2/8

રાજકોટ બાદ મોરબીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ રોડ શો શરૂ કર્યો હતો. મોરબીના શનાળા રોડ પર આવેલ સમય ગેઈટ થી રોડ શો શરૂ કરવામાં આવ્યો હતો.
3/8

મોરબીમાં આયોજીત આ રોડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતા જોડાયા હતા.
4/8

આ રોડ શોમાં સ્થાનિક આગેવાનો સાથે-સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રોડમાં ગુજરાતના વિવિધ લોકનૃત્યોની ઝાંખી પણ જોવા મળી હતી.
5/8

રાજકોટના સમલેનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડા, મુખ્યમંત્રી,પ્રદેશ પ્રમુખ, રાજ્ય સરકારના મંત્રીઓ, સનગઠનના હોદેદારો, ધારાસભ્યો, સાંસદો ઉપસ્થિત રહ્યા હતા.
6/8

રાજકોટના સંમેલનમાં પ્રદેશ ભાજપના પ્રમુખે નામ લીધા વિના કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. કેટલીક પાર્ટીઓના નેતાઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. કેટલાક લોકો નોકરીઓની વાતો કરે છે.
7/8

રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડાએ કહ્યું આ સંતોની ભૂમિ છે. કોરોનામાં આખા દેશના અલગ અલગ પાર્ટીના લોકો ઘરમાં બેસી ગયા હતા ત્યારે તમે લોકો વચ્ચે સેવા કરતા હતા.
8/8

મોરબી ખાતે આયોજીત રોડ શોમાં સ્થાનિક ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Published at : 20 Sep 2022 07:39 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
