શોધખોળ કરો
Healthy Snacks:ડાયાબિટીસમાં લાગે છે વારંવાર ભૂખ તો આ પાંચ હેલ્ધી સ્નેક્સને કરો ડાયટમાં સામેલ

હેલ્થી સ્નેકસ ઓપ્શન
1/6

ડાયાબિટીશના દર્દીઓએ તેમની સાથે ડબ્બામાં ડ્રાય ફ્રૂટસ અવશ્ય રાખવા જોઇએ. આપ ડ્રાયફૂટસમાં અખરોટ, બદામ, પિસ્તા લઇ શકો છો. આ એક હેલ્ધી સ્નેક્સ માટે સારો વિકલ્પ છે. ડેઇલી ડ્રાયફ્રૂટસ ખાવાથી બ્લડ શુગર નિયંત્રિત રહે છે.
2/6

પોપકોર્ન પણ એક સારો નાસ્તો છે. આ એક ઓછી કેલેરીવાળો સ્નેક્સ છે. આપ તેને ઘરે પણ ફટાફટ બનાવી શકો છો.પોપકોર્નમાં વધુ માત્રામાં ફાઇબર હોય છે તે વજનને પણ કંટ્રોલ કરે છે.
3/6

આપ સ્નેક્સમાં ચણા પણ લઇ શકો છો. ડાયાબિટિશના દર્દીએ આખા દિવસમાં એક મુઠ્ઠી કાળા ચણા ખાવા જોઇએ. તેનાથી ભૂખ સંતોષાશે અને શુગર પણ કન્ટ્રોલમાં રહેશે, આ રોસ્ટેડ ચણા અથવા અંકુરિત ચણા લઇ શકો છો.
4/6

ઇંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. ડોક્ટર પણ ડેઇલી ઇંડા ખાવાની સલાહ આપે છે. ઇંડા વજનને પણ નિયંત્રિત રાખે છે. ડાાબિટીસના દર્દી બાફેલ ઇંડા લઇ શકે છે. બાફેલા ઇંડામાં આપ મરચું, નમક, ધાણાભાજી અને લીલા મરચા ઉમેરીને તેને સ્વાદિષ્ટ બનાવી શકો છો.
5/6

જો આપને કંઇક ચટપટુ ખાવાની ઇચ્છા થતી હોય તો આપ પોવાનો ચેવડો લઇ શકો છો. રોસ્ટેડ પોવાનો ચેવડો સારો આપ્શન છે. ઉપરાંત સ્પ્રાઉટસ પણ આપને સ્વાદ આપવાની સાથે આપની ભૂખ સંતોષશે અને આપના માટે હેલ્થી સ્નેક્સ ઓપ્શન પણ બની રહેશે.
6/6

ઇંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. ડોક્ટર પણ ડેઇલી ઇંડા ખાવાની સલાહ આપે છે. ઇંડા વજનને પણ નિયંત્રિત રાખે છે. ડાાબિટીસના દર્દી બાફેલ ઇંડા લઇ શકે છે. બાફેલા ઇંડામાં આપ મરચું, નમક, ધાણાભાજી અને લીલા મરચા ઉમેરીને તેને સ્વાદિષ્ટ બનાવી શકો છો.
Published at : 07 Jun 2021 05:24 PM (IST)
આગળ જુઓ
Advertisement