શોધખોળ કરો
Tulip Garden Festival Photo: એશિયાનુ સૌથી મોટુ ટ્યૂલિપ ગાર્ડન લોકો માટે ખુલ્યુ, પીએમે કરી આ ખાસ અપીલ

ટ્યૂલિપ ગાર્ડન
1/9

કાશ્મીરમાં નવી પર્યટન સિઝનની શરૂઆતની સાથે જ એશિયાનો સૌથી મોટુ ટ્યૂલિપ ગાર્ડન જનતા માટે ખોલી દેવામાં આવ્યુ છે. પૂર્વમાં સિરાજ બાગના નામથી જાણીતુ ઇન્દિરા ગાંધી મેમૉરિયલ ટ્યૂલિપ ગાર્ડનને 2008માં તત્કાલિન મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે ખોલાવ્યુ હતુ. ટ્યૂલિપ ગાર્ડન જબરવન પર્વત ગીરીમાળાની તળેટીમાં સ્થિત છે, અને આ એશિયાનુ સૌથી મોટુ ટ્યૂલિપ ગાર્ડન છે. જુઓ શાનદાર તસવીરો......
2/9

ટ્યૂલિપ ગાર્ડન છે લગભગ 30 હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલુ છે. આ ઉદ્યાનને કાશ્મીર ઘાટીમાં ફૂલોની ખેતી અને પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદેશ્યથી ખોલવામા આવ્યુ હતુ.
3/9

આ ગાર્ડનમાં આ વર્ષે જુદીજુદી રીતે લગભગ 15 લાખ ફૂલ વાવવામાં આવ્યા છે. ગાર્ડન અત્યાર સુધી લગભગ 25 ટકાનો વધારો થયો છે.
4/9

ટ્યૂલિપ ગાર્ડનમાં આ વર્ષે ટ્યૂલિપના 62 પ્રકાર છે. ટ્યૂલિપના ફૂલ એવરેજ ત્રણ-ચાર અઠવાડિયા સુધી રહે છે. પરંતુ ભારે વરસાદ કે વધુ પડતી ગરમી તેને નષ્ઠ કરી શકે છે. પુષ્પ કૃષિ વિભાગ તબક્કાવાર રીતે ટ્યૂલિપ છોડ લગાવે છે, જેથી ફૂલ એક મહિના કે તેનાથી વધુ સમય સુધી બગીચામાં રહે.
5/9

પર્યટન વિભાગે ઘાટીમાં નવા પર્યટન સિઝનની શરૂઆત અંતર્ગત આગામી મહિનાના પહેલા અઠવાડિયામાં બાગમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમની યોજના બનાવી છે.
6/9

ટ્યૂલિપ ગાર્ડન સ્થાપિત કરવાના ઉદેશ્ય પર્યટકોને બીજો એક વિકલ્પ આપવો અને પર્યટન સિઝનને આગળ વધારવાની હતી. જે દરવર્ષે મેમાં શરૂ થાય છે. દર વર્ષે હજારો પર્યટકો અહીં આવે છે.
7/9

આ ગાર્ડનને બે વર્ષના અંતરાલ બાદ ખોલવામાં આવ્યુ છે. કેમકે આ ગયા વર્ષે કોરોના વાયરસના ફેલાવવાના કારણે લગાવવામાં આવેલા લૉકડાઉનમાં બંધ હતુ. અધિકારીઓએ કહ્યુ કે પુષ્પ વિભાગે માનક સંચાલન પ્રક્રિયાઓના કાર્યાન્વયનને સુનિશ્ચિત કરવા માટે પર્યાપ્ત ઉપાય કરવામાં આવ્યા છે.
8/9

image 8
9/9

image 9
Published at : 25 Mar 2021 01:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
