શોધખોળ કરો
Photos GK: એક એવો દરિયો જેનો કોઇ કિનારો નથી, ધરતીને નથી અડતા આના છેડા......
અહીં અમે તમને એક એવા દરિયા વિશે વાત કરીશું જેને પોતાનો કોઇ કિનારો નથી. શું તમે જાણો છો કે કયો છે આ મહાસાગર ?

ફાઇલ તસવીર
1/6

Photos GK: દુનિયામાં ઘણા બધા પ્રદેશો, ઘણીબધી વસ્તુઓ અને ઘણી બધી જગ્યાઓ એવી છે, જેના વિશે સાંભળીને પણ આપણે ચોંકી જઇએ છીએ. સામાન્ય રીતે દરેક નદી, તળાવ કે સમુદ્રનો પોતાનો એક કિનારો હોય છે, પરંતુ અહીં આશ્ચર્યની વાત એક છે કે, અહીં અમે તમને એક એવા દરિયા વિશે વાત કરીશું જેને પોતાનો કોઇ કિનારો નથી. શું તમે જાણો છો કે કયો છે આ મહાસાગર ?, નહીં ને, જાણો અહીં.....
2/6

ખરેખરમાં, એટલાન્ટિક મહાસાગરમાં સમાવિષ્ટ સરગાસો નામના સમુદ્રને પોતાનો કોઈ કિનારો નથી. આ વિશ્વનો એકમાત્ર એવો દરિયો છે જેને કોઈ કિનારો નથી. આ દરિયો ભૌગોલિક નકશામાં ક્યાંયથી પણ, એટલે કે એકપણ બાજુઓથી જમીનને નથી અડતો.
3/6

સરગાસો દરિયો ઉત્તર એટલાન્ટિક મહાસાગરના ગલ્ફ પ્રવાહની પશ્ચિમે અને કેનેરી પ્રવાહની પૂર્વમાં આવેલો છે. અહીં જવું પુરેપુરુ જોખમથી ભરેલુ છે કારણ કે સરગાસો ટાપુ રહસ્યમય બરમુડા ટ્રાએન્ગલની ખૂબ નજીક આવેલો છે.
4/6

બરમૂડા ટ્રાએન્ગલ સમુદ્ર વિસ્તાર છે, જ્યાંથી મોટા જહાજો અને એરોપ્લેન પણ અદૃશ્ય થઈ જાય છે.
5/6

કોઈ કિનારો ન હોવાની સાથે સાથે સરગાસો દરિયોની બીજી એક મોટી ખાસિયત એ છે કે, અહીં મોટા પ્રમાણમાં સરગાસો ઘાસ ઉગે છે, અને આ સરગાસો ઘાસના નામ પરથી આનુ નામ પણ આ રાખવામાં આવ્યું છે. આ ઘાસને સમુદ્રની સપાટી પર તરતું જોઈ શકાય છે.
6/6

આ ઘાસ અહીંના જળચર જીવો માટે એક ખોરાકનું સાધન છે. સરગાસો ઘાસ જુદાજુદા પ્રકારની માછલીઓ, કરચલાઓ અને કાચબાઓનું ઘર પણ છે. એટલાન્ટિક સમુદ્રમાં તીવ્ર ઠંડી હોવા છતાં સરગાસો દરિયોનું પાણી ગરમ રહે છે.
Published at : 12 Apr 2023 04:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
