શોધખોળ કરો
Pakistan Flood: એક કિલો ડુંગળીની કિંમત 500 રૂપિયા, પૂરથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી, જુઓ Pics
પાકિસ્તાનના નાણા મંત્રી ઈસ્માઈલે ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પૂરને કારણે દેશની અર્થવ્યવસ્થાને ઓછામાં ઓછા 10 અબજ ડોલરનું નુકસાન થયું છે.

પાકિસ્તાનમાં પૂર
1/9

Pakistan Flood: પાકિસ્તાનમાં પૂરના કારણે શાકભાજી અને ફળોના ભાવમાં થયેલા વધારા વચ્ચે, પાકિસ્તાન સરકાર ભારતમાંથી ટામેટાં અને ડુંગળીની આયાત કરી શકે છે. પાકિસ્તાની મીડિયાએ આ જાણકારી આપી છે.
2/9

લાહોર અને પંજાબ પ્રાંતના અન્ય ભાગોમાં વિનાશક પૂરના કારણે વિવિધ શાકભાજી અને ફળોના ભાવમાં તીવ્ર ઉછાળા વચ્ચે પાકિસ્તાન સરકાર ભારતમાંથી ટામેટાં અને ડુંગળીની આયાત કરે તેવી શક્યતા છે.
3/9

પૂરને કારણે બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબમાંથી શાકભાજીના પુરવઠાને ભારે અસર થઈ છે. આ સાથે મકાનો અને હોટલોને પણ નુકસાન થયું છે.
4/9

ન્યૂઝ એજન્સી NAIએ પાકિસ્તાની મીડિયાને ટાંકીને કહ્યું છે કે પાકિસ્તાનના નાણા મંત્રી મિફતાહ ઈસ્માઈલે જાહેરાત કરી છે કે તેઓ પૂર અને ખાદ્યપદાર્થો અને અન્ય વસ્તુઓની વધેલી કિંમતોને કારણે ભારત સાથે વેપાર માર્ગ ખોલશે.
5/9

પાકિસ્તાનના નાણા મંત્રી ઈસ્માઈલે ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પૂરને કારણે દેશની અર્થવ્યવસ્થાને ઓછામાં ઓછા 10 અબજ ડોલરનું નુકસાન થયું છે.
6/9

પૂરને કારણે બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબમાંથી શાકભાજીના પુરવઠાને ભારે અસર થઈ છે. આ સાથે મકાનો અને હોટલોને પણ નુકસાન થયું છે.
7/9

લાહોર સ્થિત બજારના જથ્થાબંધ વેપારી રિઝવીએ જણાવ્યું હતું કે, "આગામી દિવસોમાં ડુંગળી અને ટામેટાંની કિંમત 700 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી શકે છે. એ જ રીતે બટાકાની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 120 કિલો થઈ ગઈ છે.
8/9

લાહોર માર્કેટ કમિટીના સેક્રેટરી શહજાદ ચીમાએ જણાવ્યું કે પૂરના કારણે બજારમાં કેપ્સિકમ જેવા શાકભાજીની પણ અછત સર્જાઈ છે. ચીમાએ કહ્યું કે સરકાર ભારતમાંથી ડુંગળી અને ટામેટાંની આયાત કરી શકે છે.
9/9

તેમણે કહ્યું કે તફ્તાન બોર્ડર (બલુચિસ્તાન) દ્વારા ઈરાનથી શાકભાજીની આયાત કરવી એટલી સરળ નથી કારણ કે ઈરાન સરકારે આયાત અને નિકાસ પર ટેક્સ વધાર્યો છે.
Published at : 30 Aug 2022 06:36 AM (IST)
આગળ જુઓ
Advertisement