શોધખોળ કરો
Cheteshwar Pujara: આ ખાસ રેકોર્ડ બનાવનારો આઠમો ભારતીય બન્યો પુજારા, સચિન છે ટોપ પર
Cheteshwar Pujara: ચેતેશ્વર પુજારાએ 24 રનની ઈનિંગ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં 7 હજાર રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી. તે આ ઉપલબ્ધિ મેળવનારો ભા
ફાઈલ તસવીર
1/8

સચિન તેંડુલકરે 200 ટેસ્ટમાં 15921 રન બનાવ્યા છે. ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવવામાં તે પ્રથમ ક્રમે છે.
2/8

રાહુલ દ્રવિડે 164 ટેસ્ટમાં 13288 રન બનાવ્યા છે અને તે લિસ્ટમાં બીજા ક્રમે છે.
3/8

ત્રીજા ક્રમે રહેલા સુનિલ ગાવસ્કરે 125 ટેસ્ટમાં 10122 રન બનાવ્યા છે.
4/8

ચોથા ક્રમે રહેલા વીવીએસ લક્ષ્ણણે 134 ટેસ્ટમાં 8781 રન બનાવ્યા છે.
5/8

વીરેન્દ્ર સહેવાગ 104 ટેસ્ટમાં 8586 રન બનાવવાની સાથે લિસ્ટમાં પાંચમાં ક્રમે છે.
6/8

ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 104 ટેસ્ટમાં 8604 રન બનાવીને છઠ્ઠા ક્રમે છે.
7/8

સૌરવ ગાંગુલીએ 113 ટેસ્ટમાં 7217 રન બનાવ્યા છે અને લિસ્ટમાં સાતમા ક્રમે છે.
8/8

આજે પુજારાએ ટેસ્ટમાં સાત હજાર રન પૂરા કર્યા હતા. તે યાદીમાં આઠમા ક્રમે છે અને ટૂંક સમયમાં સૌરવ ગાંગુલીને પાછળ રાખી દેશે.
Published at : 23 Dec 2022 04:32 PM (IST)
આગળ જુઓ
Advertisement





















