શોધખોળ કરો
Cricket: બ્રેટ લીના એક બૉલે ખતમ કરી દીધી હતી કેરિયર, નહીં તો આજે ભારતની પાસે હોત બીજો વિરાટ કોહલી
કહેવાય છે કે બ્રેટ લીના એક બોલે તેની કારકિર્દી બરબાદ કરી દીધી હતી. જોકે, હાલમાં પણ ઉનમુક્ત ચંદ ક્રિકેટ રમી રહ્યો છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

Unmukt Chand Cricket Career: 2012માં ભારતને અંડર-19 વર્લ્ડકપ જીતાડનાર ઉન્મુક્ત ચંદ માટે બ્રેટ લી કાળ સાબિત થયો હતો. કહેવાય છે કે બ્રેટ લીના એક બોલે તેની કારકિર્દી બરબાદ કરી દીધી હતી. જોકે, હાલમાં પણ ઉનમુક્ત ચંદ ક્રિકેટ રમી રહ્યો છે.
2/7

ભારતીય ક્રિકેટ ટીમને વિરાટ કોહલીના રૂપમાં એક ચમકતો સિતારો મળ્યો. કોહલીએ તેની કપ્તાની હેઠળ 2008માં અંડર-19 વર્લ્ડકપ જીતવામાં ભારતનું નેતૃત્વ કર્યું હતું અને તે જ વર્ષે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, ત્યારબાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.
3/7

હવે જ્યારે વિરાટ કોહલી નિવૃત્તિના આરે છે ત્યારે ચાહકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે તેની જગ્યાએ કોણ લેશે ? તો અમે તમને એક એવા ભારતીય ખેલાડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ટીમ ઈન્ડિયા માટે આગામી વિરાટ કોહલી બની શક્યો હોત, પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીના એક બોલે તેનું કરિયર બરબાદ કરી દીધું.
4/7

અમે વાત કરી રહ્યા છીએ ઉન્મુક્ત ચંદની, જેમણે 2012માં પોતાની કપ્તાનીમાં ભારતને અંડર-19 વર્લ્ડકપ જીતાડ્યો હતો. વિરાટ કોહલીની જેમ દિલ્હીથી આવેલા ઉન્મુક્ત ચંદે પણ ભારતને અંડર-19 વર્લ્ડકપનો ખિતાબ અપાવ્યો, જેના પછી તેને ભારતીય ક્રિકેટ ટીમનો આગામી સ્ટાર માનવામાં આવ્યો, પરંતુ કમનસીબે તે ભારત માટે ડેબ્યૂ પણ કરી શક્યો નહીં.
5/7

ઉન્મુક્ત ભારત માટે ડેબ્યૂ ના કરી શકવા માટે બ્રેટ લીને મુખ્ય ગુનેગાર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે IPLમાં બ્રેટ લીના એક બોલે ઉન્મુક્તની કારકિર્દી એવી રીતે ખતમ કરી દીધી હતી કે તે IPLમાં ઘણી મેચ રમી શક્યો ના હતો અને તેણે માત્ર 28 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી પડી હતી.
6/7

IPL 2013નો પહેલો બોલ ઉન્મુક્ત ચંદે રમેલો બ્રેટ લીનો હતો અને તે બૉલ્ડ થયો હતો. તે બોલ એ બોલ કહેવાય છે જેણે ઉન્મુક્તની કારકિર્દીનો અંત લાવ્યો હતો. 2013 માં ઉન્મુક્ત દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) નો ભાગ હતો. જો કે, આ પહેલા ઉન્મુક્તે આઈપીએલ 2011 દ્વારા ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ મેચ પણ ઉન્મુક્ત માટે કંઈ ખાસ ના હતી, જેમાં તે પોતાની ઇનિંગનો બીજો બોલ રમતી વખતે લસિથ મલિંગા દ્વારા બોલ્ડ થયો હતો.
7/7

તમને જણાવી દઈએ કે ઉન્મુક્તે 28 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. હવે તે અમેરિકા માટે ક્રિકેટ રમે છે. આ સિવાય તે દુનિયાભરની લીગમાં પણ રમતો જોવા મળે છે.
Published at : 14 Feb 2024 12:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
રાજકોટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
